1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં આશા વર્કર બહેનોએ પ્રશ્નોના ઉકેલ માટે મ્યુનિની કચેરી સામે કર્યા ધરણાં
રાજકોટમાં આશા વર્કર બહેનોએ પ્રશ્નોના ઉકેલ માટે મ્યુનિની કચેરી સામે કર્યા ધરણાં

રાજકોટમાં આશા વર્કર બહેનોએ પ્રશ્નોના ઉકેલ માટે મ્યુનિની કચેરી સામે કર્યા ધરણાં

0
Social Share

રાજકોટ, 24 માર્ચ 2026: Asha workers’ protest શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અર્બન આશા વર્કર તરીકે સેવા આપતી બહેનોએ પોતાના પડતર માંગણીઓના ઉકેલ માટે મ્યુનિની કચેરી સામે ધરણા કર્યા હતા. આશા વર્કરોના છેલ્લા લાંબા સમયથી બાકી રહેલા ઇન્સેન્ટિવના ચુકવણા મુદ્દે કોઈ નક્કર ઉકેલ ન આવતા આશા વર્કર બહેનોએ મ્યુનિની કચેરી ખાતે ઉમટી પડી વિવિધ બેનરો સાથે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. મહિલાઓએ ગ્રાન્ટના અભાવે અટકાવવામાં આવેલા નાણાં તાત્કાલિક છૂટા કરવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓને રજુઆત કરી હતી. તેમજ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવા માટે ચીમકી ઉચ્ચારી હતી.

રાજકોટના શહેરી વિસ્તારોમાં કાર્યરત આશા વર્કર્સ બહેનોએ આક્ષેપ કર્યો હતો કે, આશા વર્કરો રાત-દિવસ જોયા વગર આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડે છે છતાં તંત્ર દ્વારા તેમના હકના નાણાં આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મે 2025થી રાજકોટ અર્બન વિસ્તારમાં જે નવા આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, તેમાં છેલ્લા 4-5 મહિનાથી અલગ-અલગ કામગીરીના ઇન્સેન્ટિવની ગ્રાન્ટ જ ફાળવવામાં આવી નથી. જેના કારણે આશા વર્કરો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. નવા કેન્દ્રો ઉપરાંત જૂના આરોગ્ય કેન્દ્રોમાં પણ પૂરતું ઇન્સેન્ટિવ આપવામાં આવતું નથી.

આશા વર્કરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અમે ઇન્સેન્ટિવ બેઝ પર કામ કરીએ છીએ પરંતુ,સપ્ટેમ્બર મહિનાથી અમારું ઇન્સેન્ટિવ રોકાયેલું છે. NCD, HBYC અને HBNC જેવી મહત્વની કામગીરીનું વળતર અમને મળ્યું નથી. આ સમસ્યા માત્ર આ વર્ષની નથી, છેલ્લા 3 વર્ષથી દર માર્ચ મહિનામાં અમારે અમારા હકના નાણાં માટે આ રીતે ધરણાં પર બેસવું પડે છે. દરેક આશા વર્કરના અંદાજે 8000થી 10,000 બાકી નીકળે છે. પણ તંત્રના અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code