
- હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકઠા થઈને હોસ્ટેલ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા
- અગાઉ પણ ભોજન હલકી કક્ષાનું હોવાની ફરિયાદો ઊઠી હતી
- હોસ્ટેલના કીચનમાં પુરતી સ્વચ્છતા જળવાતી નથી
વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલી વિદ્યાર્થીઓની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓ ભેગા થઈ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા હતા. સાથે મેનેજમેન્ટને તાત્કાલિક બોલાવવા ભારે સૂત્રોચાર કરાયા હતા.
શહેરમાં સમા વિસ્તારમાં આવેલી વિદ્યાર્થીઓ માટેની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં વંદો નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓના કહેવા મુજબ આ પહેલીવાર નથી અગાઉ પણ અનેકવાર આવા પ્રોબ્લેમનો સામનો કરતા આવ્યા છે. અહીંયા ન તો ક્વોલિટી હોય છે કે ન હાઈજિન હોય છે.
શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અહીં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે. પાણી સમયસર આવતું ન હોવાથી હોસ્ટેલના વિદ્યાર્થીઓને કોલેજમાં જવું હોય તો જઈ શકતા નથી. પ્રાથમિક જરૂરિયાત પાણી અને જમવાનું છે છતાં આ પણ તે મળતું નથી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી મેનેજમેન્ટ અહીંયા નહીં આવે ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ હલશે નહીં. વિદ્યાર્થી જેવા જમવા બેઠો તેમાં જોયું તો બે વંદા દેખાયા હતા.વધુમાં કહ્યું કે, આ પ્રકારનું મેનેજમેન્ટ છે. અનેકવાર આ બાબતે રજૂઆત કરી છે. અત્યારે જો મેનેજમેન્ટ અહીં નહીં આવે તો એકપણ વિદ્યાર્થી અહીંથી હલશે નહીં.