
એશિયા પાવર ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારતે જાપાન અને રશિયાને પાછળ છોડ્યું
• ભારતની આર્થિક ક્ષમતામાં 4.2 પોઈન્ટનો વધારો
• પાકિસ્તાનની સ્થિતિ ખરાબ, 16માં ક્રમે પહોંચ્યું
નવી દિલ્હીઃ એશિયા પાવર ઈન્ડેક્સની રેન્કિંગમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા સ્થાને છે. ભારતે રશિયા અને જાપાનને પાછળ છોડી દીધું છે. ભારતને ત્રીજી સૌથી મોટી મહાસત્તા તરીકે માન્યતા મળી છે. જેમાં ભારતે 39.1ના સ્કોર સાથે પોતાની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત કરી છે. જાપાન 38.9ના સ્કોર સાથે ચોથા સ્થાને સરકી ગયું છે. આ રેન્કિંગમાં પાકિસ્તાનની હાલત વધુ ખરાબ દેખાઈ રહી છે. આ રેન્કિંગમાં પાકિસ્તાનની સ્થિતિ ઘણી ખરાબ છે. તે 14.4 નંબર સાથે 16મા સ્થાને છે.
એશિયા પાવર ઈન્ડેક્સના રેન્કિંગમાં ભારતની આર્થિક ક્ષમતામાં 4.2 પોઈન્ટનો વધારો થયો છે. આ સાથે ભવિષ્યના સંસાધનોના સંદર્ભમાં ભારતનો સ્કોર 8.2 પોઈન્ટનો વધારો થયો છે. ભારતની સિદ્ધિનો શ્રેય તેની વિશાળ વસ્તી, ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા અને મજબૂત રાજદ્વારી પ્રયાસોને આપવામાં આવે છે. આ રેન્કિંગ ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે દર્શાવે છે કે આવનારા સમયમાં ભારતની વૈશ્વિક ભૂમિકા વધુ મહત્વની બની શકે છે. આ માત્ર એશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને અસર કરશે.