1. Home
  2. ગુજરાતી
  3. ભારત બ્રહ્મોસ મિસાઈલ હવે ઈન્ડોનેશિયાને આપશે
ભારત બ્રહ્મોસ મિસાઈલ હવે ઈન્ડોનેશિયાને આપશે

ભારત બ્રહ્મોસ મિસાઈલ હવે ઈન્ડોનેશિયાને આપશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સંઘર્ષમાં બ્રહ્મોસ મિસાઈલની તાકાત સમગ્ર દુનિયાએ દેખી છે. જેના પરિણામે બ્રહ્મોસ મિસાઈલ ડિમાન્ડ વધી છે. ભારત અને ઈન્ડોનેશિયા બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. ફિલીપીન્સએ પહેલા જ ભારત પાસે બ્રહ્મોસ મિસાઈલને લઈને ડીલ કરી છે. હવે ભારત બ્રહ્મોસને લઈને વિસ્તાર વધારી રહ્યું છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલને લઈને હાલના સમયમાં કેટલાક દેશો સાથે વાતચીત ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર તમામ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર રશિયાની મંજુરીની રાહ જોવાઈ રહી છે. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઈલને લઈને લાંબા સમયથી વાતચીત ચાલતી હતી. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં એક હાઈ લેવલની મીટીંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. જ્યારે ઈન્ડોનેશિયાના રાજકીય અને સૈન્ય નેતૃત્વ દિલ્હી આવ્યું હતું. તાજેતરમાં જ સીડીએસ અનિલ ચૌહાણ સહિત સિનિયર આગેવાનો ઈન્ડોનેશિયા ગયા હતા. સીડીએસએ ઈન્ડોનેશિયાની યાત્રામાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે વધતા રક્ષા સંબંધ સામે આવ્યા હતા.

ભારતે અગાઉ ફિલીપીન્સ સાથે લગભગ 3500 કરોડનો એક કરાર કર્યો હતો. જે અનુસાર મિસાઈલ અને આવશ્યક પ્રણાલિયો આપવામાં આવી છે. આ કરાર પર આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ નજર રાખવામાં આવી હતી. પહેલગામ હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણોને ભારતીય સેના દ્વારા ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code