ભારતે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં બે રજત ચંદ્રક જીત્યા
ભારતે ગઈકાલે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ-2025માં બે રજત ચંદ્રક જીત્યા. મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં રીનાએ જ્યારે પ્રિયા મલિક 76 કિલોગ્રામ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો.આ દરમિયાન 2024 કેડેટ વિશ્વ ચેમ્પિયન અને વર્તમાન અંડર-20 એશિયન ચેમ્પિયન કાજલે 72 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ચેમ્પિયનશિપમાં ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા 5 થઈ છે જેમાં એક સુવર્ણ અને ચાર રજત ચંદ્રકોનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સ્પેનમાં યોજાયેલી વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતે એક સુવર્ણ, એક રજત અને પાંચ કાંસ્ય સહિત કુલ સાત ચંદ્રકો જીત્યા હતા. જ્યોતિ બેરવાલે મહિલાઓની 76 કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Bulgaria Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar india Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar silver medal Taja Samachar Under-20 World Wrestling Championship viral news won


