1. Home
  2. ગુજરાતી
  3. લાઓસમાં ભારતીય એમ્બેસીએ સાઈબર કૌભાંડમાં ફસાયેલા 47 ભારતીયોને બચાવ્યા
લાઓસમાં ભારતીય એમ્બેસીએ સાઈબર કૌભાંડમાં ફસાયેલા 47 ભારતીયોને બચાવ્યા

લાઓસમાં ભારતીય એમ્બેસીએ સાઈબર કૌભાંડમાં ફસાયેલા 47 ભારતીયોને બચાવ્યા

0
Social Share

નવી દિલ્હીઃ લાઓસ સ્થિત ભારતીય દૂતવાસે અહીં બોકિયો પ્રાંતમાં ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સાઈબર સ્ક્રેમ સેન્ટર્સમાં ફસાયેલા 47 ભારતીયોને સફળતા પૂર્વક બચાવ્યા છે. દૂતવાસે અત્યાર સુધીમાં કુલ 635 ભારતીયોને બચાવ્યા છે અને સુરક્ષિત ભારત પરત ફરવાની ખાતરી આપવામાં આવી છે.

દૂતવાસે જાણકારી આપતા જણાવ્યું હતું કે, બચાવેલા 47 ભારતીયોમાંથી 29 સામે ગેરકાયદેસર ગતિવિધિઓ મામલે કાર્યવાહી કર્યા પછી સ્થાનિક અધિકારીઓ દ્વારા દૂતવાસને સોંપવામા આવ્યા હતા. જ્યારે અન્ય 18 લોકોની પણ મદદ કરવામાં આવી રહી છે.

દૂતવાસના અધિકારીઓએ તેમના બચાવ માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સક્રિય રીતે સંપર્ક કરવા રાજધાની વિયેન્ટિઆનથી બોકિયો સુધી મુસાફરી કરી હતી. દૂતવાસે બોકિયોથી વિએન્ટિઆન સુધી પરિવહન વ્યવસ્થા કરી હતી. વિએન્ટિઆન પહોંચ્યા પછી તેમના માટે રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

લાઓસમાં ભારતના રાજદૂત પશાંત અગ્રવાલ તેમના આગમન પર તેમની સાથે મલાકાત કરી હતી. દૂતવાસે તેમને ભારત મોકલવાની બધી પ્રક્રિયા પૂરી કરી લીધી છે. જેમાંથી 30 ભારત પરત ફરી રહ્યા છે. બાકીના 17 લોકો મુસાફરીની વ્યવસ્થા ફાઈનલ થવાની રાહ જોઈ રહ્યા છે અને ટૂંક સમયમાં જ દેશ છોડી દેશે.

રાજદૂત અગ્રવાલે આ વાત પર જોર આપતા કહ્યું કે ભારતીયોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવી એ એમ્બેસી માટે સર્વોચ્ચ પ્રાથમિકતાનો મામલો છે. સંકટમાં ફસાયેલ લોકો તરફથી મળેલ સહાય માટેની કોઈપણ અનુરોધ પર તાત્કાલિક અને તત્પરતાથી ધ્યાનમાં લેવમાં આવે છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code