
ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતવાની આશાને ઝટકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ વિનેશની અપીલને ફગાવી દીધી છે.
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વર્ગમાં ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જે બાદ વિનેશે સતત ત્રણ મેચ જીતી હોવાનું કહીને સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. હવે આ જ મામલે CASનો નિર્ણય આવ્યો છે, જેમાં વિનેશ ફોગાટની અપીલ ફગાવી દેવામાં આવી છે અને સિલ્વર મેડલ નામંજૂર કરવામાં આવ્યો છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ વિનેશ ફોગાટની અરજીને નકારી કાઢવાના કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)ના નિર્ણય પર આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી વિરુદ્ધ વિનેશ ફોગાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પરના નિર્ણયથી હું નિરાશ છું. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ એનાયત કરવાની વિનેશની અરજીને ફગાવી દેવાના 14 ઑગસ્ટના નિર્ણયનો અસરકારક ભાગ તેના અને ખાસ કરીને રમતગમત સમુદાય માટે મહત્વપૂર્ણ અસરો ધરાવે છે.’
પેરિસ ઓલિમ્પિક વખતે વિનેશે છઠ્ઠી ઓગસ્ટના સતત ત્રીજી મેચ જીતીને 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુસ્તીની ફાઈનલમાં એન્ટ્રી કરીને સિલ્વર મેડલ નક્કી કર્યો હતો. ગોલ્ડ મેડલ મેચ સાતમી ઓગસ્ટે રાતે ફાઈનલ હતી, પરંતુ સવારે તેનું વજન 100 ગ્રામ વધારે હોવાથી ડિસ્કવોલિફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ સીએસએસમાં કેસ કર્યો હતો. વિનેશની પહેલી અરજી ગોલ્ડ મેડલ મેચ રમવાની મંજૂરી માગી હતી, પરંતુ નિયમોનું પાલન કરતા આ માગને મંજૂર કરી નહોતી. ત્યાર બાદ વિનેશે અપીલ કરીને આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ માગ્યો હતો, પરંતુ હવે અરજી ફગાવાઈ છે.
#VineshPhogat#ParisOlympics2024#Wrestling#IndianWrestling#CASDecision#IOA#SportsArbitration#OlympicDreams#FreestyleWrestling#AthleteDisqualification