સુરત, 08 માર્ચ 2026: Industrial acid was used in 1400 kg of cheese seized શહેરના પાંડેસરા વિસ્તારમાં તાજેતરમાં પોલીસની એસઓજીએ દરોડો પાડીને ફેક પનીર બનાવતી ફેકટરી ઝડપી લઈને 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો. અને તેના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા હતા. દરમિયાન એસઓજીએ તપાસ કરતા એવી હકિકત મળી છે કે, ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, તે ખાદ્ય પદાર્થો માટે (Food Grade) નહીં, પરંતુ કારખાનાઓમાં વપરાતું ‘ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ’ એસિડ હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હતું. આ ઉપરાંત એસઓજીની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસની એસઓજી દ્વારા 3 માર્ચના રોજ પાડવામાં આવેલા દરોડામાં પનીરના નામે પીરસાઈ રહેલા ધીમા ઝેરનો પર્દાફાશ થયો હતો. હાલ એસઓજીની તપાસમાં ચોંકાવનારી વિગતો મળી છે કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, તે ખાદ્ય પદાર્થો માટેનું (Food Grade) નહીં, પરંતુ કારખાનાઓમાં વપરાતું ‘ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ’ એસિડ હતું. આ પનીર શહેરની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હતું. આ ઉપરાંત એસઓજીની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. એસઓજીએ 1400 કિલો પનીરનો જથ્થો તો જપ્ત છે.
સૂત્રોના કહેવા મુજબ સામાન્ય રીતે પનીર બનાવતી વખતે દૂધ ફાડવા માટે લિમિટેડ માત્રામાં ફૂડ ગ્રેડ એસિટિક એસિડ અથવા સાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. પરંતુ પકડાયેલા આરોપી મહેશ શર્માના કારખાનામાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવાતું એસિટિક એસિડ વાપરતો હતો. આ એસિડ માનવ શરીર માટે અત્યંત જોખમી છે અને તેનાથી પાચનતંત્ર તેમજ કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. જે રીતે ફૂડ કલરના બદલે ડાઈંગના કલર વાપરવા ગુનો છે, તે જ રીતે આ એસિડનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં સમાન છે.
એસઓજીની તપાસમાં સૌથી મોટો વળાંક લાયસન્સ મામલે આવ્યો છે. આરોપી મહેશ શર્મા પાસે FSSAIનું લાયસન્સ તો હતું. પરંતુ તે સુરતનું નહીં પણ મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આરોપી આ મહારાષ્ટ્રના લાયસન્સના આધારે સુરતમાં ગેરકાયદેસર ફેક્ટરી ધમધમાવતો હતો. જ્યારે પણ કોઈ SOG ટીમ તપાસ માટે પહોંચતી, ત્યારે તે વસઈનું લાયસન્સ બતાવીને પોતે કાયદેસર હોવાનો ઢોંગ કરતો હતો. વાસ્તવમાં, જે જગ્યાએ ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ પનીર શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ અત્યંત સસ્તા મટીરિયલમાંથી બનાવવામાં આવતું હતું. SOGની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તે પામોલીન તેલ, થોડું દૂધ અને બાકીના મિલ્ક સોલિડનો ઉપયોગ કરીને ‘એનાલોગ પનીર’ તૈયાર કરતો હતો. આ મિશ્રણને જમાવીને તેને પનીર જેવો આકાર આપી દેવામાં આવતો હતો.


