દિલ્હીમાં ISIS મોડ્યુઅલનો પર્દાફાશ, બે આતંકવાદીઓની ધરપકડ
- આતંકવાદીઓ ફિદાઈન હુમલાની તાલીમ રહી રહ્યાં હતા
- પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા
નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન દિલ્હી પોલીસે આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કર્યો છે. તેમજ સ્પેશિયલ સેલના બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. રાજધાનીમાં આઈએસઆઈએસના એક મોડ્યુઅલનો પર્દાફશ પોલીસે કર્યો છે. આ કાર્યવાહીમાં બે શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. જે પૈકી એક આતંકવાદી દિલ્હીનો રહેવાસી છે, જ્યારે બીજો મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું જામવા મળે છે. પ્રાથમિક તપાસમાં બંને આતંકવાદીઓ ફિદાઈન હુમલાની તાલિમ રહી રહ્યાં હતા. પોલીસે બંને આતંકવાદીઓની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસ દ્વારા તેમના સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.


