1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુદ્ધને લીધે ભંગારની આયાત અટકી પડતા જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુશ્કેલીમાં
યુદ્ધને લીધે ભંગારની આયાત અટકી પડતા જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુશ્કેલીમાં

યુદ્ધને લીધે ભંગારની આયાત અટકી પડતા જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુશ્કેલીમાં

0
Social Share

જામનગર, 10 માર્ચ, 2026: Brass industry in trouble as scrap imports halted due to war ઈરાન સામે ઈઝરાઈલ અને યુએસના યુદ્ધને કારણે ઈરાને હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાંજો પર રોક લાગાવી દેતા ભારતની આયાત-નિકાસને ફટકો પડ્યો છે. જેમાં જામનગરમાં બ્રાસના ભંગારની વિદેશોમાંથી આયાત થતી હતી, તે અટકી જતા જામનગરનો બ્રાસ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. વિદેશથી આયાત થતા ભંગારના કન્ટેનરો ભરેલા તમામ શિપ દરિયાની વચ્ચે જ ફસાઈ જવાના કારણે જામનગરમાં બ્રાસના ભંગારની ભારે અછત સર્જાવા પામી છે, જેનાથી સમગ્ર ઉદ્યોગજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

જામનગરને ‘બ્રાસ સિટી’ તરીકેની ગૌરવવંતી ઓળખ મળેલી છે, પણ હાલ યુદ્ધની સ્થિતિને લીધે અન્ય ઉદ્યોગોની જેમ જામનગરનો બ્રાસ ઉદ્યોગ પણ પ્રભાવિત બન્યો છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ વૈશ્વિક અશાંતિનો સીધો ફટકો જામનગરના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને પડ્યો છે. બ્રાસના ઉત્પાદન માટે અત્યંત જરૂરી એવા કાચા માલ એટલે કે બ્રાસના ભંગારની આયાત પર અચાનક જ મોટી બ્રેક વાગી ગઈ છે. વિદેશથી આયાત થતા ભંગારના કન્ટેનરો ભરેલા તમામ શિપ દરિયાની વચ્ચે જ ફસાઈ જવાના કારણે જામનગરમાં ભંગારની ભારે અછત સર્જાવા પામી છે, જેનાથી સમગ્ર ઉદ્યોગજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા જણાવ્યું હતું કે,  યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર સુરક્ષાનો મોટો ખતરો ઉભો થયો છે. આ જોખમને ટાળવા માટે સમુદ્ર કિનારે આવતા બ્રાસ ભંગારના તમામ શિપને અધવચ્ચેથી જ રોકી દેવામાં આવ્યા છે અથવા તો તેમને જુબેલ અલી જેવા અન્ય સેફ (સુરક્ષિત) બંદરો તરફ વાળી દેવામાં આવ્યા છે. શિપિંગ કંપનીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી ન હોવાથી, માલવાહક જહાજો અટવાઈ ગયા છે. આ અણધારી સ્થિતિના કારણે જામનગરના કારખાનાઓ સુધી પહોંચતો કાચો માલ રાતોરાત અટકી ગયો છે અને ઉદ્યોગકારો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જામનગરના બ્રાસ ઉદ્યોગનું અર્થતંત્ર મહદઅંશે આયાતી ભંગાર પર જ નિર્ભર કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code