જોધપુર: કાર પલટી જતાં ત્રણ લોકોના મોત થયા અને આઠ લોકો ઘાયલ
નવી દિલ્હી: રાજસ્થાનના જોધપુરમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. 11 લોકો ભરેલા એક વાહનમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતુ. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા.
રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત નેશનલ હાઈવે 25 પર ખારિયા મીઠાપુર ગામ પાસે થયો હતો. વાહનમાં 11 લોકો હતા. ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે વાહન પલટી ગયું.
બિલારા પોલીસ સ્ટેશનના ASIએ જણાવ્યું હતું કે, “અકસ્માતની માહિતી મળ્યા બાદ ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનથી કારને ઉપાડવામાં મદદ મળી હતી, અને પછી, પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી, અંદર ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા.”
ASIના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ 26 વર્ષીય આકાશ, 23 વર્ષીય અભિષેક અને 34 વર્ષીય રવિ ચૌહાણ તરીકે થઈ છે. ત્રણેય આગળની પેસેન્જર સીટ પર બેઠા હતા. અકસ્માતમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


