
કેદાર જાધવ હવે ક્રિકેટ બાદ રાજકીય મેદાન ઉપર શરૂ કરશે નવી ઈનિંગ્સ
મુંબઈઃ પૂર્વ ભારતીય ક્રિકેટર કેદાન જાધવ ક્રિકેટ બાદ હવે રાજનીતિની પીચ ઉપર નવી ઈનિગ્સની શરૂઆત કરવા જઈ રહ્યો છે. મંગળવારે મુંબઈમાં આયોજીત એક કાર્યક્રમમાં કેદાર જાધવ ભાજપામાં જોડાયો છે. મુંબઈમાં મહારાષ્ટ્રના મંત્રી અને રાજ્ય ભાજપા પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં તેઓ ભાજપામાં સામેલ થયાં છે. ચંદ્રશેખર બાવનકુલેએ કેસરિયો પહેરાવીને કેદારને ભાજપના સભ્ય બનાવ્યાં હતા.
કાદાર જાધવએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ 2014માં ડેબ્યુ કર્યું હતું. તેમણે શ્રીલંકા સામે રાંચીમાં પ્રથમ વન-ડે 16મી નવેમ્બર 2014માં રમી હતી. 73 વન-ડેમાં જાધવે 42.09ની એવરેજથી 1389 રન બનાવ્યાં છે. વન-ડેમાં બે સદી અને 6 અડધીસદી ફટકારી છે. જાધવે બેટથી રન બનાવવાની સાથે 27 વિકેટ પણ મેળવી હતી. આંતરરાષ્ટ્રીય ટી20માં નવ મેચમાં 123.23ની સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમ ઉપરાંત આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી લાંબા સમયથી રમ્યો છે. આ ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં જાધવે જોરદાર પ્રદર્શન કર્યું છે. આઈપીએલમાં 95 મેચમાં 123.17ની સ્ટ્રાઈક રેટથી 1196 રન બનાવ્યાં છે. કેદારએ ચાર અડધીસદી ફટકારી છે.