1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે ખામેનેઈના દીકરા મોજતબા નિયુક્ત થતા કમાન સંભાળશે
ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે ખામેનેઈના દીકરા મોજતબા નિયુક્ત થતા કમાન સંભાળશે

ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે ખામેનેઈના દીકરા મોજતબા નિયુક્ત થતા કમાન સંભાળશે

0
Social Share

તેહરાન, 04 માર્ચ 2026: અમેરિકા અને ઈઝરાઈલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનીનું મૃત્યુ થયા બાદ ખામેનેઈનો દીકરો મોજતબા ખામેનેઈની ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદગી કરવામાં આવી છે. ઈરાન ઈન્ટરનેશનલે વિશ્વસનીય સૂત્રોના હવાલેથી જણાવ્યું કે, નિષ્ણાતોની સભામાં અલી ખામેનેઈના દીકરા મોજતબાને આગામી સુપ્રીમ લીડર પસંદ કરવામાં આવ્યો છે. મોજતબાની પસંદગી ઈરાની ક્રાંતિકારી ગાર્ડ કોર (IRGC)ના દબાણમાં કરવામાં આવી હતી.

નોંધનીય છે કે ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત કાર્યવાહીમાં સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત થયું હતું. તેમના મૃત્યુ પછી સુપ્રીમ લીડરના પદ માટેની રેસમાં મોજતબા ખામેનેઈનું નામ ઘણું આગળ ચાલી રહ્યું હતુ. ઈરાનના સુપ્રીમ લીડર પાસે જ યુદ્ધ, શાંતિ અને દેશના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ સહિત દેશના મુખ્ય નિર્ણયો પર અંતિમ અધિકાર રહેશે.

સૂત્રોના કહેવા મુજબ મોજતબા ખામેનેઈ ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર ખામેનેઈના પુત્ર છે. મોજતબાની ઉંમર 56 વર્ષ છે અને તેઓ એક શિયા ધર્મગુરુ છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે તેમના ગાઢ સંબંધો છે, જોકે તેમણે ક્યારેય ચૂંટાયેલું અથવા ઔપચારિક સરકારી પદ સ્વીકાર્યું નથી.  વરિષ્ઠ ધર્મગુરુના પદ અથવા ઔપચારિક પદ ન હોવા છતાં, હંમેશા એવું માનવામાં આવતું રહ્યું છે કે મોજતબાનો વ્યવસ્થાની અંદર પડદા પાછળથી ઘણો પ્રભાવ રહ્યો છે.  મોજતબા વિશે એક મહત્વની વાત એ પણ છે કે જ્યારે ઈરાન-ઈરાક યુદ્ધ થયું હતું ત્યારે તેમણે ઈરાની સશસ્ત્ર દળોમાં સેવા આપી હતી. 2019માં, અમેરિકન નાણા વિભાગે તેમના પર પ્રતિબંધો લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે પોતાના પિતાની તરફથી ઔપચારિક રીતે કાર્ય કર્યું છે, જ્યારે તેઓ ક્યારેય ચૂંટાયા કે ઔપચારિક રીતે નિમણૂક પામ્યા ન હતા.

આશ્ચર્યની વાત એ છે કે ખામેનેઈએ ગયા વર્ષે તૈયાર કરાયેલી સંભવિત ઉત્તરાધિકારીઓની સંક્ષિપ્ત યાદીમાંથી પોતાના પુત્રને બહાર કરી દીધા હતા. વાસ્તવમાં આના પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે ઈરાનના શિયા ધાર્મિક સંસ્થાનમાં, પિતાથી પુત્રને સત્તા હસ્તાંતરણને યોગ્ય રીતે જોવામાં આવતું નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code