
હિમપ્રપાત દૂર્ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ, જોશીમઠના SDMની નિયુક્તિ
નવી દિલ્હીઃ ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ 28 ફેબ્રુઆરીએ માના ખાતે થયેલા હિમપ્રપાત અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. જોશીમઠના એસડીએમને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં આઠ કામદારોના મોત થયા હતા.
ગત શુક્રવારે માના નજીક એક વિશાળ હિમપ્રપાત થયો હતો જેમાં 54 BRO કામદારો ફસાયા હતા. ITBP અને સેનાના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી. પહેલા દિવસે, 33 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. બીજા દિવસે પણ NDRF બચાવ કામગીરીમાં જોડાયું હતું. બચાવ ટીમોએ 46 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા, જ્યારે ચાર કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ, ત્રણેય બચાવ ટીમોએ રવિવારે ફરી ચાર ગુમ થયેલા કામદારોને શોધવા માટે શોધ કામગીરી હાથ ધરી હતી. બપોરે 1 વાગ્યા પહેલા જ એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ, અન્ય બે કામદારોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. છેલ્લા ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ સાંજે 4 વાગ્યાની આસપાસ મળી આવ્યો હતો. જે બાદ અકસ્માતમાં મૃત્યુઆંક આઠ પર પહોંચી ગયો. છેલ્લા વ્યક્તિનો મૃતદેહ મળ્યા પછી બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.