1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં મ્યુનિ. દ્વારા કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં મ્યુનિ. દ્વારા કરાયુ મેગા ડિમોલિશન

ભાવનગરમાં દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં મ્યુનિ. દ્વારા કરાયુ મેગા ડિમોલિશન

0
Social Share
  • અકવાડા લેકથી અધેવાડા સુધી 24 મીટરના રોડ પર દબાણો હટાવાયા,
  • પોલીસના સઘન બંદોબસ્ત મ્યુનિની ટીમોએ દબાણ હટાવ કામગીરી કરી,
  • મદરેસાની જગ્યામાં 1 હોસ્ટેલના 7થી 8 રૂમો, રહેણાંકના 6 ફ્લેટ પર જેસીબી ફેરવાયુ,

ભાવનગરઃ શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલુમ મદરેસાની જગ્યા પરના દબાણો હટાવવા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મદરેસાની જગ્યામાં ગેરકાયદે બંધાયેલા 6 ફ્લેટ્સ, એક હોસ્ટેલના 8 રૂમોને  બુલડોઝર અને જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા.

ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં દારુલ ઉલમ મદરેસાના ગેરકાયદે દબાણો હટાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મદરેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, 1 હોસ્ટેલના 7થી 8 રૂમો, રહેણાંકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવી દેવાયુ હતુ. ઉપરાંત  ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા હતા. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર દબાણ હટાવ કામગીરીમાં લાગ્યા હતા. અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર આવ્યુ હતુ. મ્યુનિ.દ્વારા આજે વહેલી સવારથી દબાણ હટાવ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં LCB, SOG જિલ્લા પોલીસવડા, PGVCL, ફાયરની ટીમ અને મનપાની દબાણ શાખા સાથે કરવામાં આવી રહી છે.

આ અંગે મ્યુનિ. કમિશનર આર.કે.મીનાએ જણાવ્યું હતું કે, ભાવનગરના અકવાડા વિસ્તારમાં ટીપી નંબર 23માં જે 24 મીટરનો રસ્તો છે તે અમુક વિસ્તારમાં વ્યવસ્થિત બનેલો છે, પણ મદરેસા ઈસ્લામિક ટ્રસ્ટ છે એની રેસિડેન્શિયલ બિલ્ડીંગ હોસ્ટેલ અથવા દિવાલનો અમુક ભાગ રસ્તામાં આવે છે. એને દૂર કરવા માટે એમના તમામ પ્રતિનિધિને સમજાવીને એટલો ભાગ ખુલ્લો કરવાની કાર્યવાહી કરી છે. સમાજના પણ તમામ આગેવાનોને સમજાવીને અને તમામ કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રમાણે કામગીરી કરી છે.

ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે જણાવ્યું હતું કે, શહેરના BMC તરફથી એક રોડના કામે અડચણરૂપે જે એક બાંધકામ હતું જે ધાર્મિક દબાણ હતું એમને દૂર કરવા માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. 150થી વધુ પોલીસ કર્મચારીઓ અને લગભગ 15થી વધુ PI-PSIનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code