1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કલોલમાં ઓઈલના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
કલોલમાં ઓઈલના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો

કલોલમાં ઓઈલના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો

0
Social Share

કલોલ, 19 માર્ચ 2026: Massive fire breaks out in oil godown  શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ગત મોડી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડે દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ બનાવની વિગત એવી છે કે, કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ગઈ મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને સ્થાનિક ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. ઓઈલ અને ગ્રીસ જેવા જ્વલનશીલ પદાર્થોના કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.  આ ઘટનાના પગલે આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા કલોલ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક અન્ય કેન્દ્રોની મદદ લેવામાં આવી હતી. મેજક કોલ જાહેર કરાતા કલોલ, કડી, ઇફકો, ONGC અને ગાંધીનગરથી કુલ 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું કે, ઓઈલના ગોદામમાં આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે બાજુમાં આવેલી હોસ્પિટલ અને સોસાયટીના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો અને સર્વિસ રોડને પણ અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ કાફલાએ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ભીડને નિયંત્રિત કરવા મોરચો સંભાળ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code