1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં એસટીના E-પાસ સિસ્ટમથી 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ
ગુજરાતમાં એસટીના E-પાસ સિસ્ટમથી 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ

ગુજરાતમાં એસટીના E-પાસ સિસ્ટમથી 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ

0
Social Share
  • સમગ્ર દેશમાં E-પાસ સિસ્ટમના પ્રારંભ કરવામાં ગુજરાત પ્રથમક્રમે,
  • ગામડાંની વિદ્યાર્થિનીઓને ST દ્વારા વિન્મૂલ્યે પાસ અપાય છે,
  • વિદ્યાર્થીઓને પાસ માટે 82.5 ટકા કન્સેશન અપાય છે

અમદાવાદઃ દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ‘ઈ-પાસ સિસ્ટમ’નો અત્યાર સુધીમાં કુલ 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, જ્યારે 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન E Pass  કરાવીને  ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતી  વિદ્યાર્થીનીઓને એસ.ટી નિગમ દ્વારા આ પાસ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં અન્ય વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટે 82.5  ટકા કન્સેશન આપવામાં આવે છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ઇ-ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ઈ-પાસ સિસ્ટમ’નું તા. 08 જૂન 2023ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય હેતુ શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનો સમયની બચત થાય તેમજ વિદ્યાર્થીઓને એસ.ટી.બસના પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભુ રહેવું ન પડે તેમજ વારંવાર ધક્કા ખાવા ન પડે, ફોર્મમાં વિગતો ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને વિદ્યાર્થી કોઇપણ જાતની હેરાનગતિ, દોડધામ કે માનસિક ત્રાસ વગર સરળતાથી બસનો મુસાફરી પાસ કાઢી શકે તે માટે શિક્ષણ વિભાગ સાથે API મારફતે Pass System Integration કરી ચાલુ શૈક્ષણિક વર્ષથી ઓનલાઇન ઇ-પાસ કાઢી આપવામાં આવે છે.   ઈ-પાસ સિસ્ટમની  વિદ્યાર્થી જાતે જ ઓનલાઈન એપ્લીકેશન કરી શકે છે. જે-તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન એપ્લીકેશન મંજૂર કરવામાં આવે છે. મંજૂર થયેલા ફોર્મ વિદ્યાર્થીએ નક્કી કરેલા એસ.ટી વિભાગના કાઉન્ટર પર જતું રહે છે અને ત્યાં જઈને ફોર્મ નંબર આપી જરૂરી પાસના પૈસા ઓનલાઈન- કેશમાં ચૂકવી પાસ કલેક્ટ કરી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓ માટે પાસ કાઢવાનું સરળ બની રહે છે. અરજી નંબરના આધારે વિદ્યાર્થી તેની અરજી અંગે લેટેસ્ટ સ્ટેટસ પણ ચેક કરી શકે છે. તેમ ગુજરાત વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code