1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા
ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

0
Social Share
  • અમદાવાદમાં 44 રાજકોટમાં-4, સુરતમાં -3, અને વડોદરામાં-1 ફલાઈટ કેન્સલ થઈ,
  • પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો દોડાવાતા રાહત,
  • એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર શરૂ કરાયું

અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના ધાંધિયા ચાલી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે 6ઠ્ઠા દિવસે પણ સવારે 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે  અમદાવાદ એરપોર્ટની વેબસાઈટ પર આજની દિવસભરની કુલ 44 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ રાજકોટની-4, સુરતની-3 અને વડોદરાની એક ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થતાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દરમિયાન પ્રવાસીઓને પડતી મુશ્કેલી નિવારવા માટે પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદથી  મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યુ છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ  આજે 9 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 18 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. જેમાં નવ આવતી અને નવ જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઈટ પર આજની દિવસભરની કુલ 44 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી ઉડાન ભરતી 23 અને આવતી 21 ફ્લાઈટનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની આજની રાજકોટથી મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની ફ્લાઈટ રદ થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો આજે 8 ડિસેમ્બરના 8માંથી 4 ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

ઈન્ડિગો એર લાઇન્સના ઓપરેશનલ રિઝનના કારણે મુશ્કેલી ઉભી થઈ છે, જેમાં પાયલોટની સીક લિવ અને સ્ટાફની અછત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજની સુરતથી ઉપડતી કોલકાતાની, સુરતથી હૈદરાબાદ અને સુરતથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે આજે સવારથી ઇન્ડિગોની ફ્લાઈટ સુરત એરપોર્ટ ખાતે આવવાની શરૂ થઈ છે. પાંચ દિવસ બાદ સવારથી હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઇટનું સુરત એરપોર્ટ ખાતે લેન્ડિંગ થયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code