પાલનપુર 4 જાન્યુઆરી 2026: Thakor Samaj’s grand convention in Ogadham દીઓદરના ઓગડધામ ખાતે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા વિશાલ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. આ મહાસંમેલનમાં ઠાકોર સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. ઠાકોર સમાજના અગ્રણી અને સાંસદ ગનીબેન ઠાકોરે સમાજનું બંધારણ રજુ કર્યુ હતું.

ઓગડધામ ખાતે ઠાકોર સમાજના વિશાળ સંમેલનને સંબોધતા ગનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં સદારામબાપુના નામે ભેગો થાય તે માટે સદારામ ધામ બનાવવામાં આવે તે માટે હાકલ કરૂ છું. 20-25 વર્ષના ઠાકોર સમાજના યુવાનો દારૂના કારણે મૃત્યુ પામ્યા છે. ત્યારે હું અહીં તમામ મહાનુભાવોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, સમાજ માટે કરીને આ દીકરીઓ જે નાની-નાની ઉંમરમાં વિધવા થઇ રહીં છે. તેમના માટે કંઈક કરવું જોઈએ. હું સંસદ સભ્ય હોવા છતાં મેં ઘણી વેતનાઓ સહન કરી છે. જો મને આ વેદનાઓ સહન કરવી પડતી હોય તો આ બહેનોને કેટલી તકલીફ પડતી હશે. હું ખોળો પાથરીને ભીખ માંગુ છું કે, જેમ બધા સમાજો ભેગા થાય છે તેમ આપણો ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં સદારામબાપુના નામે ભેગો થાય તે માટે સદારામ ધામ બનાવવા માટે વિનંતી કરું છું. સદારામધામ બનાવવા માટે સમાજના લોકો પાસે 100-100 રૂપિયાનું દાન આપવા અપીલ કરૂ છું. આ સંમેલનમાં ગનીબેન ઠાકોરે એક વિઘો જમીન દાનમાં આપવાની જાહેરાત કરી હતી. જ્યારે બળદેજી-ચંદનજી અને અમરતજી એ પણ સમાજના કામ માટે એક-એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી હતી.
આ મહાસંમેલનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ જે બીજા સમાજો સુખી થયા છે તેના પરથી શિખવું પડશે ઈર્ષા કરવાથી મેળ નહી પડે. આ સમાજમાં છુટ્ટાછેડા કરવા હોય તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ઠાકોર સમાજ આ બંધારણનું તમામ રીતે અમલ કરશે. વર્ષમાં બે માસ સમાજને લગ્ન માટે નક્કી કરવામાં આવે છે. તે મુજબ મહા વૈશાખ સુદ ૧ (એકમ)થી ૧૫ (પૂનમ) સુધી. મહા સુદ ૧ (એકમ)થી ૧૫ (પૂનમ) સુધી. ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાને રહેશે. અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં.
ઠાકોર સમાજના બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે, લગ્ન- જન્મ- મરણ- પુણ્યતિથિ- સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થામાં ઓછામાં ઓછો રૂપિયા 500 (પાંચસો) અને અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે. દરેક તાલુકા કક્ષાએ બંધારણ અમલ માટે સંકલન સમિતી ફરજીયાત બનાવવી. જેથી કરીને બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય. દરેક ગામમાં કુંટ (કુટુંબ) વાઇઝ વ્યકતીઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતી બનાવવામાં આવશે.


