1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવસારીઃ ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ
નવસારીઃ ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

નવસારીઃ ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

0
Social Share

સુરતઃ ગણેશ ઉત્સવ નજીક આવતાં, નવસારી શહેરના બંગાળી કારીગરો ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ કારીગરો દ્વારા તૈયાર થતી નયનરમ્ય અને પર્યાવરણ-સુરક્ષિત મૂર્તિઓની માંગ નવસારી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ રહે છે.

આ પ્રતિમાઓ એટલી લોકપ્રિય છે કે ગણેશ મંડળો દ્વારા તેનું બુકિંગ ચાર-પાંચ મહિના અગાઉથી જ કરાવી દેવામાં આવે છે. નવસારીમાં 150થી વધુ પશ્ચિમ બંગાળના કારીગરો વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે. તેઓ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીને સારી એવી કમાણી કરે છે અને આત્મનિર્ભર બન્યા છે. તેમનું આ કૌશલ્ય સ્થાનિક કલા અને સંસ્કૃતિને પણ સમૃદ્ધ બનાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code