1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં હિન્દુઓને એક કરવાની જરૂરઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ
દેશમાં હિન્દુઓને એક કરવાની જરૂરઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ

દેશમાં હિન્દુઓને એક કરવાની જરૂરઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ

0
Social Share

પટનાઃ બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ 18 ઓક્ટોબર 2024થી બિહારમાં હિન્દુ સ્વાભિમાન યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રાનો પ્રથમ તબક્કો 18 ઓક્ટોબરે ભાગલપુરથી શરૂ થશે અને 22 ઓક્ટોબરે કિશનગંજમાં સમાપ્ત થશે. આ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે દેશમાં હિન્દુઓને એક કરવા જરૂરી છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “ભારત બાંગ્લાદેશના હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને સહન નહીં કરે. હવે હિન્દુઓને એક કરવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા 22 ટકાથી 1 ટકા થઈ ગઈ છે. જો બધા મુસ્લિમો વિભાજન સમયે પાકિસ્તાન ગયા હતા, તો પછી સરઘસમાં પથ્થરા જેવી ઘટના ના બનતી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “આજ સુધી અમે તાજિયામાં એક પણ પથ્થર ફેંક્યો નથી, પરંતુ અમારી દુર્ગા પૂજાથી લઈને સરસ્વતી પૂજાના વિસર્જન જેવા પ્રસંગ્રે પથ્થરમારાની ઘટના બને છે. વહેંચાશો તો કપાશો.. અમે આ સંદેશ આપવા માંગીએ છીએ અને સંગઠિત હિન્દુ, સશક્ત હિન્દુઓને સંદેશ આપવા માંગીએ છીએ.

બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ગિરિરાજ સિંહની આ યાત્રાને અલગ રીતે જોવામાં આવી રહી છે. નોંધનીય બાબત એ છે કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા, અરરિયા અને કિશનગંજની પણ યાત્રા કરશે.

છેલ્લા કેટલાક દિવસોથી પીએમ મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત અને ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ હિન્દુઓને એક કરવા માટે નિવેદનો આપી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code