
- સ્ટાર એરની 50 સીટની ક્ષમતાવાળા પ્લેન હશે,
- સુરત શહેર જામનગર અને ભુજ સાથે સીધી કનેક્ટિવિટીથી જોડાશે,
- નવી ફ્લાઈટથી કચ્છના વ્યાપાર અને પર્યટનને પણ વેગ મળશે
સુરતઃ શહેરના એરપોર્ટ પરથી જામનગર અને ભૂજ માટેની નવી બે ફ્લાઈટ આગામી તા. 23મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ શરૂ થતાં ત્રણેય શહેરોના પ્રવાસીઓને વધુ સુવિધા મળશે. જામનગરથી સુરત જવા માટે સવારે 9:20 કલાકે જામનગરથી ટેકઓફ થશે અને સવારે 10:20 કલાકે સુરત પહોંચશે.જ્યારે સુરતથી ભુજ જવા માટે સવારે 10:45 કલાકે સુરતથી ટેકઓફ થશે અને સવારે 11:45 કલાકે ભુજ પહોંચશે. ભુજથી સુરત જવા માટે બપોરે 12:10 કલાકે ભુજથી ટેકઓફ થશે અને બપોરે 1:20 કલાકે સુરત પહોંચશે.તેમજ સુરતથી જામનગર જવા માટે બપોરે 1:35 કલાકે સુરતથી ટેકઓફ થશે અને બપોરે 2:25 કલાકે જામનગર પહોંચશે.
સુરતની હવાઈ સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે, કારણ કે સુરત એરપોર્ટ પરથી બે નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે. આ ફ્લાઈટ્સ દ્વારા સુરત ગુજરાતના જ બે મહત્વપૂર્ણ શહેરો જામનગર અને ભુજ સાથે સીધી કનેક્ટિવિટી મેળવશે. સ્ટાર એર દ્વારા સંચાલિત આ બંને ફ્લાઈટ્સ 23 ઓગસ્ટથી શરૂ થશે અને તે 50 મુસાફરોની ક્ષમતાવાળા પ્લેનમાં હશે.
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરથી સુરત જવા માટે સવારે 9:20 કલાકે જામનગરથી ટેકઓફ થશે અને સવારે 10:20 કલાકે સુરત પહોંચશે.જ્યારે સુરતથી ભુજ જવા માટે સવારે 10:45 કલાકે સુરતથી ટેકઓફ થશે અને સવારે 11:45 કલાકે ભુજ પહોંચશે. ભુજથી સુરત જવા માટે બપોરે 12:10 કલાકે ભુજથી ટેકઓફ થશે અને બપોરે 1:20 કલાકે સુરત પહોંચશે.તેમજ સુરતથી જામનગર જવા માટે બપોરે 1:35 કલાકે સુરતથી ટેકઓફ થશે અને બપોરે 2:25 કલાકે જામનગર પહોંચશે. આ નવી ફ્લાઈટ્સથી સુરત, જામનગર અને ભુજ વચ્ચે મુસાફરી કરતા લોકોને ઘણી સગવડતા મળશે, અને તે વ્યાપાર અને પર્યટનને પણ વેગ આપશે. આ કનેક્ટિવિટી વધવાથી આ ત્રણેય શહેરોના આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.