1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં મહાનગરો માટે પાર્કિંગની નવી પોલીસી બનાવાશે, ફુટપાથ પર વાહનો રાખી શકાશે નહીં
ગુજરાતમાં મહાનગરો માટે પાર્કિંગની નવી પોલીસી બનાવાશે, ફુટપાથ પર વાહનો રાખી શકાશે નહીં

ગુજરાતમાં મહાનગરો માટે પાર્કિંગની નવી પોલીસી બનાવાશે, ફુટપાથ પર વાહનો રાખી શકાશે નહીં

0
Social Share
  • શહેરોમાં હવે માર્કિંગ કરેલા સ્થળોએ જ પાર્કિંગ કરી શકાશે
  • હાઉસિંગ સાસોયટીઓને પણ પાર્કિંગ માટેની જવાબદારી નક્કી કરાશે
  • શોપિંગ સેન્ટરોએ ગાર્ડ રાખીને નિયત સ્થળે વાહનચાલકોને પાર્કિંગ કરાવવું પડશે

 

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં વસતી સાથે વાહનોની સંખ્યા પણ વધતા જાય છે.તેના લીધે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બન્યો છે. વાહનચાલકો રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોવાથી તેની લીધે ટ્રાફિકજામના પ્રશ્નો પણ સર્જાય રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સહિત મહાનગરો માટે પાર્કિંગ પોલીસી બનાવવામાં આવી રહી છે. જેમાં સોસાયટી કે શોપીંગ સેન્ટર સહિતના ક્ષેત્રોમાં પાર્કીંગ ફકત નિશ્ચિત કરેલા અને માર્કીંગવાળા ક્ષેત્રમાંજ વાહનોના પાર્કીંગની છુટ અપાશે અને જો તેની બહાર પાર્ક થયા હશે તો તેમાં વાહન `ટો’ કરવા સહિતના પગલા લેવાશે. તેમજ ફુટપાથ પર પાર્ક કરતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના મહાનગરોમાં ટ્રાફીક અને પાર્કીંગ સૌથી મોટી સમસ્યા છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના બે ઈવેન્ટ આગામી વર્ષોમાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ સહિત રાજયના મહાનગરપાલિકા ક્ષેત્રમાં ખાસ કરીને સોસાયટી કે શોપીંગ સેન્ટર સહિતના ક્ષેત્રોમાં પાર્કીંગ ફકત નિશ્ચિત કરેલા અને માર્કીંગવાળા ક્ષેત્રમાંજ વાહનોના પાર્કીંગની છુટ અપાશે અને જો તેની બહાર પાર્ક થયા હશે તો તેમાં વાહન `ટો’ કરવા સહિતના પગલા લેવાશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ અંગે એક સ્પષ્ટ આદેશ દરેક સોસાયટી, શોપીંગ સેન્ટર તથા અન્ય સ્થળોએ જે પાર્કીંગ એરીયા છે તે સ્થળોએ જ પાર્કીંગ થાય તે જોવા જણાવ્યુ છે. શોપીંગ સેન્ટરની સોસાયટીઓ કે જાહેર માર્ગો પર જે ફુટપાથ નિશ્ચિત થયેલી છે ત્યાં પાર્કીંગ કરી શકાશે નહી કે માર્ગ પર કયાય પાર્કીંગ કરી શકાશે નહી. શોપીંગ સેન્ટરમાં જે પાર્કીંગ એરીયા દર્શાવાયા છે તેનો સોસાયટીના કમ્પાઉન્ડ કે તેવા તેની માલીકના ક્ષેત્રમાં જ પાર્કીંગ અને તે સ્થળો પર જો કોઈ બેરીકેડ કે પછી ચેઈન અથવા અન્ય આડસ ઉભી કરવામાં આવી છે તે દુર કરવાની રહેશે અને ત્યાં કોઈ પણ પ્રકારના સામાન કે ડિસપ્લે રાખી શકાશે નહી. કોમર્શિયલ ઈમારતો- શોપીંગ કોમ્પ્લેકસે આ સ્થળોએ ગાર્ડ રાખી નિયમીત પાર્કીંગ થાય તે જોવાનું રહેશે અને તેમાં ભંગ બદલ આકરી કાર્યવાહી થશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code