1. Home
  2. ગુજરાતી
  3. એનઆઇએમસીજેની પત્રકારત્વની વિદ્યાર્થીનીઓ ગુજરાત યુનિવર્સિટીમાં ઝળકી
એનઆઇએમસીજેની પત્રકારત્વની વિદ્યાર્થીનીઓ ગુજરાત યુનિવર્સિટીમાં ઝળકી

એનઆઇએમસીજેની પત્રકારત્વની વિદ્યાર્થીનીઓ ગુજરાત યુનિવર્સિટીમાં ઝળકી

0
Social Share

અમદાવાદ: તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત યુનિવર્સિટીના બેચલર ઓફ આર્ટ્સ (જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન, બીએજેએમસી) ના અંતિમ સેમેસ્ટરના પરિણામમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની આઠ વિદ્યાર્થીનીઓએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે સંસ્થાના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં તમામ વિદ્યાર્થીનીઓ જ રહી છે.મીડિયા શિક્ષણ ક્ષેત્રે ગત ૧૮ વર્ષથી કાર્યરત એનઆઇએમસીજેની વિદ્યાર્થીનીઓએ આ સફળતા હાંસલ કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત યુનિવર્સિટીના બીએજેએમસીના પરિણામમાં ટોપ ટેનમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે ફેનીલ ખંડેરીયા, ત્યારબાદ હિમાદ્રી જૈન, વૈદેહી ધોરડા, શ્રેયા ભટ્ટાચાર્યજી, વૈશાલી પલ, ગઝલ આચાર્ય, વેણુ ત્રિવેદી, ધ્રુવા અનડકટ, બિરદ છાયા, દેવાક્ષી શુક્લા, આર્યા ચૌધરી અને અંશુ નાયરનો સમાવેશ થાય છે.

આ અંગે વિશેષ વિગતો આપતા સંસ્થાના નિયામક પ્રો. (ડૉ) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે સંસ્થા ટૂંક સમયમાં નવા અત્યાધુનિક કેમ્પસમાં સ્થળાંતરિત થવા જઈ રહી છે ત્યારે આ વર્ષના બીએજેએમસીના પરિણામોમાં વિદ્યાર્થીનીઓએ મેળવેલી આ સિદ્ધિ શિક્ષકો અને સ્ટાફગણ માટે પ્રોત્સાહક પરિબળ બની રહેશે.સંસ્થાના માસ્ટર ઓફ આર્ટસ  (જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન,એમએજેએમસી)ના પરિણામમાં પણ આ વર્ષે ભારતીય સૈન્યના અધિકારી કર્નલ સતીશ કુમારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે એનઆઈએમસીજે જેમાં દર વર્ષે ભારતીય સૈન્ય દળોના અધિકારીઓ પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરવા આવે છે. આ વર્ષે પણ સંસ્થાનું બીએજેએમસી અને એમએજેએમસીનું પરિણામ સો ટકા રહ્યું છે.

બીએજેએમસી અને એમએજેએમસીમાં ઝળહળતી સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈને જણાવ્યું હતું કે સંસ્થાના નવા કેમ્પસની ઇમારતનું બાંધકામ પૂરઝડપે ચાલી રહ્યું છે.કઠવાડા ખાતે એસ પી રીંગ રોડ પર પાંચ એકરમાં અત્યાધુનિક સ્ટુડિયો,કોમ્પ્યુટર લેબ, ક્લાસરૂમ સાથેની અધ્યતન સુવિધાયુક્ત કેમ્પસનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.ટૂંક સમયમાં નિર્માણકાર્ય પૂર્ણ કરી સંસ્થા નવા સ્થળે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ગત છ વર્ષથી વિવિધ રાષ્ટ્રીય સ્તરના સામયિકોના બેસ્ટ મીડિયા કોલેજના રેન્કિંગમાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન પ્રાપ્ત કરી રહી છે. આ વર્ષે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમ વર્ક (જીએસઆઈઆરએફ)માં ફોરસ્ટાર પ્રાપ્ત કરનારી ગુજરાતની આ એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે.સંસ્થા દ્વારા બારમા ધોરણ પછીના બીએજેએમસી (ઓનર્સ) અને સ્નાતક કક્ષા પછીના (એમએજેએમસી) અભ્યાસક્રમોમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code