અમદાવાદ, 27 ઓગસ્ટ 2026 : Below-average seasonal rainfall in Gujarat ગુજરાતમાં ચોમાસા દરમિયાન માત્ર 75.23 ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 103.36 ટકા, મધ્ય ગુજરાતમાં 74.91 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા અને સૌરાષ્ટ્રમાં 56 ટકા તથા સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 29.29 ટકા જ વરસ્યો છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં ચોમસાનું આગમન થયાને 63 દિવસ વિતી ચૂક્યા છે. તેમ છતા 17 જિલ્લામાં હજી પણ 3 થી લઈ 87 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લાની છે. રાજ્યના જળાશયોની સ્થિતિ જોઈએ તો 206 જળાશયો 66.33 ટકા ભરાયા છે. જેમાં 26 જળાશયો 100 ટકા ભરાયા છે. 34 જળાશયો 70થી વધુ ભરાયા છે. 29 જળાશયો 50 ટકાથી વધુ ભરાયા છે. 45 જળાશયો 25 ટકાથી વધુ ભરાયા છે. અને 72 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. સૌથી રાહતની બાબત એ છે.કે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 85.23 ટકા ભરાયો છે.
હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટો-છવાયો હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હાલ રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી અતિભારે કે તોફાની વરસાદની કોઈ શક્યતા નથી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં ક્યાંય પણ રેડ કે ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ નથી, છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલ જળવાઈ રહેશે.


