Homeગુજરાતીગુજરાતકાળુપુરથી રિક્ષામાં બેઠેલા ઝારખંડના 4 યુવાનોને છરીની અણિએ લૂંટી લેવાયા

કાળુપુરથી રિક્ષામાં બેઠેલા ઝારખંડના 4 યુવાનોને છરીની અણિએ લૂંટી લેવાયા

અમદાવાદ, 27 ઓગસ્ટ 2026 : Four passengers robbed in a rickshaw શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર બહારગામથી આવતા પ્રવાસીઓને કેટલાક રિક્ષાચાલકો દ્વારા લૂંટી લેવાના બનાવો બનતા હોય છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ બન્યો છે. ઝારખંડથી 4 યુવાનો વિશ્વ ઉમિયા ધામમાં રોજગારી માટે આવ્યા હતા. ચારેય યુવાનો કાળુપુર રેલવે સ્ટેશને ઉતરીને રિક્ષામાં બેસી જાસપુર વિશ્વ ઉમિયા ધામ જવા નિકળ્યા હતા. અમદાવાદના રસ્તાઓથી અજાણ યુવાનોને રિક્ષાચાલકે ગીતામંદિર આરોગ્ય ભવન ખાતે લઈ જઈ છરી બતાવી રોકડા રૂપિયા 28 હજાર અને ઓનલાઈન 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ બીજી રિક્ષામાં બેસાડી સાબરમતી રેલવે સ્ટેશન મોકલી દીધા હતા. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે રિક્ષાચાલક અને તેના સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જો કે આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને દબોચી લીધા હોવાનું કહેવાય છે.

આ બનાવની વિગત એવી છે કે,  મૂળ ઝારખંડના બોકારો જિલ્લાના ચંદ્રપુરા ગામનો રહેવાસી વિવેક મહંતો 24 ઓગસ્ટના રોજ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન ખાતે આવ્યો હતો. વિવેકની સાથે તેના અન્ય ત્રણ મિત્રો પણ આવ્યા હતા. જે તમામે જાસપુરમાં વિશ્વ ઉમિયા ધામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં કાર્પેન્ટરનું કામ કરવા જવાનું હતું. સવારના સમયે કાલુપુર રેલવે સ્ટેશનથી એક રિક્ષામાં વિશ્વ ઉમિયાધામ જવા માટે નીકળ્યા હતા. રિક્ષા ચાલક તેને બેસાડીને જમાલપુર ગીતામંદિરથી સફળ ટ્રાવેલ્સ નજીક આરોગ્ય ભવનના કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તમારા ચારમાંથી ભાડું કોણ આપશે તેમ કહ્યું હતું જેથી વિવેકે કહ્યું હતું કે અમારું ભાડું શેઠ આપશે. આ વાતચીત બાદ રિક્ષા ચાલક ધમકાવી ડરાવીને ત્યાં રિક્ષા મૂકીને જતો રહ્યો હતો. બાદમાં તેના બીજા મિત્રને લઈ આવ્યો હતો. આ સમયે બંનેએ જણાવ્યું હતું કે, તમારી પાસે જે પૈસા હોય આપી દો. પરંતુ યુવાનોએ કહ્યું કે અમારી પાસે પૈસા નથી.આ સમયે બેમાંથી એક વ્યક્તિએ છરી કાઢી અને ગળાના ભાગે રાખીને બળજબરીથી ફરિયાદીના પેન્ટના ખિસ્સામાં રહેલા 28 હજાર રૂપિયા કાઢી લીધા હતા. આ ઉપરાંત ફોન પેના એકાઉન્ટમાંથી બીજા 10 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા. જે બાદ બીજી રિક્ષામાં બેસાડીને સાબરમતી રેલવે સ્ટેશન ઉતારી દેવા કહ્યું હતું અને 400 રૂપિયા આપી દીધા હતા. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular