1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર-ખંભાળિયા હાઈવે પર રોડ ક્રોસ કરતી બે યુવતીઓને કારે અડફેટે લેતા એકનું મોત
જામનગર-ખંભાળિયા હાઈવે પર રોડ ક્રોસ કરતી બે યુવતીઓને કારે અડફેટે લેતા એકનું મોત

જામનગર-ખંભાળિયા હાઈવે પર રોડ ક્રોસ કરતી બે યુવતીઓને કારે અડફેટે લેતા એકનું મોત

0
Social Share

જામનગર, 06 માર્ચ 2026: One dies after car hits two young women રાજકોટ-જામનગર- જામખંભાળિયા નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલી બે યુવતીઓને કારના ચાલકે અડફેટમાં લેતા બંને સગી બહેનો એવી યુવતીઓ ઈજાગ્રસ્ત બની હતી. જે પૈકી એક બહેનનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બીજી બહેન સારવાર હેઠળ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ખેતીવાડી ફાર્મ પાસે રહેતી અમરીબેન તુલસીભાઈ મકવાણા (ઉ,વ.39) નામની મારવાડી યુવતી પોતાની નાની બહેન યશોદાબેન (ઉ.વર્ષ 25) સાથે સમર્પણ સર્કલ પાસે રસ્તો ઓળંગી રહી હતી, જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 ડી.ઇ. 7876 નંબરની કારના ચાલકે અડફેટમાં લેતાં બન્ને બહેનો રોડ પર પટકાઈ હતી. જેથી બંને બહેનો અમરીબેન તથા જશોદાબેનને ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન યશોદાબેનને હેમરેજ સહિતની ઇજા થઈ હોવાથી તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે ઇજાગ્રસ્ત ફરિયાદી અમરીબેન તુલસીભાઈ મકવાણા જી.જી.હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે, અમરીબેનની ફરિયાદ નોંધીને સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code