1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કલોલ-છત્રાલ હાઈવેના સર્વિસ રોડ પર બે બાઈક સામસામે અથડાતા એકનું મોત, એક ગંભીર
કલોલ-છત્રાલ હાઈવેના સર્વિસ રોડ પર બે બાઈક સામસામે અથડાતા એકનું મોત, એક ગંભીર

કલોલ-છત્રાલ હાઈવેના સર્વિસ રોડ પર બે બાઈક સામસામે અથડાતા એકનું મોત, એક ગંભીર

0
Social Share

અમદાવાદ, 27 માર્ચ 2026: One dead in bike accident અમદાવાદ-મહેસાણા હાઈવે પર ગત મોડીરાત્રે કલોલ તાલુકાના છત્રાલ અને બિલેશ્વરપુરા વચ્ચે આવેલા સર્વિસ રોડ પર હેવી મેટલ કંપની પાસે  પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બાઈકચાલક એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે આવેલા બિલેશ્વરપુરા વિસ્તારમાં સર્વિસ રોડ પરથી પૂરફાટ ઝડપે પસાર થઈ રહેલા બે બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો, જેના કારણે તેનું માથાના તથા શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઈક સવારને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતા જ કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું કે ,અકસ્માતમાં કડીના ચાંદરસડા ગામના 30 વર્ષીય સુરજ દેવાજી ઠાકોરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બાઇક સવારને પણ ઈજાઓ થઈ છે. મૃતકની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ મહેસાણા હાઈવેની સમાંતર આવેલા સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. ઠેર-ઠેર પડેલા ખાડા, ખોટી રીતે અપાયેલા ઢોળાવ અને હાઈવે પર અનેક જગ્યાએ પાડવામાં આવેલા ગેરકાયદેસર કટ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે. આ ઉપરાંત રોડની બંને બાજુએ થયેલા દબાણોને કારણે વાહન ચાલકોને પૂરતી જગ્યા મળતી નથી. જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા માત્ર ટોલ વસૂલવામાં આવે છે પરંતુ મુસાફરોની સુરક્ષા અને રોડની જાળવણી બાબતે ઉદાસીનતા સેવવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code