
ભારતના ઓપરેશ સિંદૂરથી પાકિસ્તાનને મોટુ નુકસાન થયું છેઃ નિવૃત્ત પાકિસ્તાની અધિકારી
ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. એક નિવૃત્ત પાકિસ્તાની અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો છે. ભૂતપૂર્વ એર માર્શલ મસૂદ અખ્તરે કહ્યું કે, ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. તેમનું ભોલારી એરબેઝ નાશ પામ્યું છે. મસૂદ અખ્તરે દાવો કર્યો છે કે ભારતે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.
પહેલગામ હુમલા બાદ, ભારતે આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો અને તેમના 9 ઠેકાણાઓનો નાશ કર્યો હતો. પાકિસ્તાને તેને પોતાનો મુદ્દો બનાવ્યો અને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં, ભારતે વળતો હુમલો કર્યો અને મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. ભારતની જવાબી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન એક પણ મિસાઈલ રોકી શક્યું નહીં. પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી કોઈ કામની ન હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલે દાવો કર્યો હતો કે ભોલારી એરબેઝ પર ચાર મિસાઇલો પડી હતી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલ મસૂદ અખ્તરે કહ્યું, “મેં કેટલાક લોકો સાથે વાત કરી હતી. આ 10 મેની સવારે બન્યું હતું. તેના પર ચાર સપાટીથી સપાટી બ્રહ્મોસ મિસાઇલો છોડવામાં આવી હતી. સપાટીથી સપાટી કે હવાથી સપાટી, મને ખબર નથી. સૌ પ્રથમ પાઇલટ્સ દોડ્યા અને તેમના જહાજોને સુરક્ષિત કરવાનું શરૂ કર્યું. મિસાઇલ સીધી ભોલારી પર આવી અને એક હેંગર પર અથડાઈ. જ્યાં આપણું AWACS વિમાન મૂકવામાં આવ્યું હતું, તેને નુકસાન થયું.
ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાન ગભરાઈ ગયું હતું. ભારતે આતંકવાદીઓ સામે આ કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ પાકિસ્તાની સેના પણ તેમાં કૂદી પડી. પાકિસ્તાની સેનાએ ભારતના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક હુમલો નિષ્ફળ ગયો. જ્યારે તે ભારતની બદલાની કાર્યવાહીને રોકી શક્યો નહીં. ભારતે તેના ઘણા લશ્કરી થાણાઓનો નાશ કર્યો.