પાકિસ્તાન: ઇસ્લામાબાદ કોર્ટ નજીક આત્મઘાતી હુમલો, 12ના મોત, અનેક ઘાયલ
નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મોટો વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 12 લોકોના મોત અને 21 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ રકોર્ટની પાસે જ થયો હતો.
અહેવાલો અનુસાર, આ એક સુસાઈડ એટેક હતો. ઇસ્લામાબાદમાં કોર્ટહાઉસની બહાર પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો. 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 21 ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘાયલોમાં મોટાભાગના ટેક્નિશન હતા. પોલીસે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવ્યું. હાજર રહેલા લોકોને પાછળના દરવાજા દ્વારા બહાર કાઢવામાં આવ્યા. કોર્ટની તમામ કાર્યવાહી પણ સ્થગિત કરી દેવામાં આવી.
વિસ્ફોટની માહિતી મળતાં, ઇસ્લામાબાદના પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. બચાવ ટીમોએ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ઇસ્લામાબાદની પીઆઈએમએસ હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.


