
પ્રધાનમંત્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતાને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં સ્થાપના દિવસની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.
X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, “રાજ્ય સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે, ગુજરાતના લોકોને મારી શુભકામનાઓ. રાજ્યએ તેની સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતા માટે પોતાને અલગ પાડ્યું છે. ગુજરાતના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે તેવી પ્રાર્થના. “ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકો મારી હાર્દિક કામનાઓ…“ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ…ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના.”
મહારાષ્ટ્રની સ્થાપના દિનને લઈને પીએમએ પોસ્ટ કર્યું હતું કે, “મહારાષ્ટ્રના લોકોને મહારાષ્ટ્ર દિવસની શુભકામનાઓ, જેમણે હંમેશા ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્યારે આપણે મહારાષ્ટ્ર વિશે વિચારીએ છીએ, ત્યારે જે યાદ આવે છે તે આ ભૂમિનો ગૌરવશાળી ઇતિહાસ અને તેના લોકોની હિંમત છે. આ રાજ્ય પ્રગતિનો મજબૂત સ્તંભ છે અને તે જ સમયે તેના મૂળ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. રાજ્યની પ્રગતિ માટે મારી શુભેચ્છાઓ.”