1. Home
  2. ગુજરાતી
  3. આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે
આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

0
Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે તેઓ યમુનાનગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે.

હવાઈ મુસાફરીને સુરક્ષિત, વાજબી અને તમામને સુલભ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના 410 કરોડ રૂપિયાથી વધુના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કરશે. જેમાં અત્યાધુનિક પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ અને એટીસી બિલ્ડિંગ સામેલ હશે. તેઓ હિસારથી અયોધ્યાની પ્રથમ ફ્લાઇટને પણ લીલી ઝંડી આપશે. હિસારથી અયોધ્યા (અઠવાડિયામાં બે વાર), જમ્મુ, અમદાવાદ, જયપુર અને ચંદીગઢ માટે એક અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટની નિર્ધારિત ફ્લાઇટ્સ સાથે, આ વિકાસ હરિયાણાની ઉડ્ડયન કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે.

છેવાડાનાં વિસ્તારમાં વીજળી પહોંચાડવાનાં વિઝનની સાથે-સાથે વિસ્તારમાં વીજળીની માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી યમુનાનગરમાં દીનબંધુ છોટુ રામ થર્મલ પાવર પ્લાન્ટનાં 800 મેગાવોટનાં આધુનિક થર્મલ પાવર યુનિટનો શિલાન્યાસ કરશે. આશરે રૂ. 8,470 કરોડની કિંમત ધરાવતું આ એકમ 233 એકરમાં ફેલાયેલું છે, જે હરિયાણાની ઊર્જા સ્વનિર્ભરતામાં નોંધપાત્ર વધારો કરશે અને રાજ્યભરમાં અવિરત વીજ પુરવઠો પૂરો પાડશે.

ગોબર ધન એટલે કે ગલવાનસીંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધનના વિઝનને આગળ વધારતા પ્રધાનમંત્રી યમુનાનગરમાં મુકરબપુરમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2,600 મેટ્રિક ટન હશે અને તે ઓર્ગેનિક કચરાના અસરકારક વ્યવસ્થાપનમાં મદદ કરશે, ત્યારે સ્વચ્છ ઊર્જાના ઉત્પાદન અને પર્યાવરણીય સંરક્ષણમાં પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી ભારતમાલા પરિયોજના અંતર્ગત આશરે રૂ. 1,070 કરોડનાં મૂલ્યનાં 14.4 કિલોમીટરનાં રેવાડી બાયપાસ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરશે. તે રેવાડી શહેરની ભીડ ઓછી કરશે, દિલ્હી-નરનાઉલની મુસાફરીના સમયમાં લગભગ એક કલાકનો ઘટાડો કરશે અને આ વિસ્તારમાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code