પાલનપુર, 8 એપ્રિલ 2026: Accused who kidnapped child and fled arrested જિલ્લાના વડગામના ધનપુરા પાટિયા નજીક ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતા પરિવારના 4 વર્ષના બાળકનું કારમાં અપહરણ કરાતા પોલીસે ત્વરિત સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દરેકને તાકીદ કરી હતી પરિણામ એ આવ્યું કે પાલનપુર વડગામ અને દાંતાના ગામોમાં આ ઘટના તીવ્ર ગતિથી અત્યંત વાયરલ થઈ ગઈ હતી. અને પોલીસને કાર અંગેની ખાનગી બાતમી મળતા દાંતાના નારગઢ પાસેથી કારને પકડી પાડવામાં આવી હતી. કારમાં બાળક પણ સહી સલામત મળી આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, રાજસ્થાનના પાલીથી સુજારામ રાણારામ ભીલ સોમવાર સવારે પોતાની પત્ની અને સાળા સાથે જલોત્રા ગામે ભિક્ષા માંગવા ગયા હતા, જ્યારે તેમના ત્રણ બાળકો વડગામના ધનપુરા પાટિયા પાસે રમી રહ્યાં હતા. બપોરે 1 વાગ્યે પરત ફરતા તેમનો પુત્ર દેવ ઉર્ફે બાબુ ગુમ હતો અને અન્ય બાળકો રડતા હતા. બાળકોને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, દેવ ભૂખ લાગતા રોટલી માંગવા ગયો હતો. તે દરમિયાન એક અજાણી કાર આવી હતી, જેમાંથી ઉતરેલા એક શખ્સે રૂ.10ની લાલચ આપી દેવને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો. જે બાદ ગભરાઈ ગયેલા પરિવારજનોએ આસપાસ શોધખોળ કરી છતાં કોઈ ભાળ મળી નહોતી. એટલે વડગામ પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી પી.આઈ. નિલેશ સોલંકીની આગેવાનીમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સીસીટીવી ફૂટેજ અને બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દરેકને તાકીદ કરી હતી જેનું પરિણામ એ આવ્યું કે પાલનપુર વડગામ અને દાંતાના ગામોમાં આ ઘટના તીવ્ર ગતિથી અત્યંત વાયરલ થઈ ગઈ હતી. અને પોલીસને કાર અંગેની ખાનગી બાતમી મળતા દાંતાના નારગઢ પાસેથી કારને પકડી પાડવામાં આવી હતી જેની અંદરથી બાળક પણ સહી સલામત મળી આવ્યો હતો.
વડગામ પોલીસે બાળકને અપહરણ કરવાની સંવેદનશીલ ઘટનામાં આરોપીની ઓળખ છતી થાય તો અન્ય આરોપીઓને ફરાર થવાનો મોકો મળી જાય એટલે જે આરોપીને બાળક સાથે ઝડપી લેવાયો છે તેની અટકાયત જાહેર કરાઈ નથી. બે મહિના પહેલા બાળ તસ્કરી કાંડમાં બનાસકાંઠાના ગરીબ મજૂર દંપતીએ પોતાનો 10 દિવસનો પુત્ર આર્થિક સંકટને કારણે વેચી દીધો હતો જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દંપતી સહિત અત્યાર કુલ 9 ધરપકડ કરી હતી.


