1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૂ ભરેલી ઈનોવાકારએ પલટી ખાધી, 3 બુટલેટર દબાયા
પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૂ ભરેલી ઈનોવાકારએ પલટી ખાધી, 3 બુટલેટર દબાયા

પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૂ ભરેલી ઈનોવાકારએ પલટી ખાધી, 3 બુટલેટર દબાયા

0
Social Share

જૂનાગઢ, 20 માર્ચ 2026:  જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે મંગલપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પૂરફાટ ઝડપે ઈનોવા કાર આવતા તેને અટકાવવાની કોશિષ કરી હતી. પણ પોલીસને જોઈને ઈનોવા કાર સ્પિડમાં નાસી જતા પોલીસે તેનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. દરમિયાન ઈનોવાકારના ચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવતા ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં ત્રણ બુટલેગરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખસ પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.​

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ એલસીબીને બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની ઇનોવા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને બુટલેગરો મંગલપુર ફાટકથી મઢડા ગામ તરફ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ બુટલેગરોએ પોતાની ઇનોવા કાર (GJ 11 BR 9873) પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. પોલીસે પણ તરત જ સરકારી વાહનો સાથે આ કારનો પીછો શરૂ કર્યો હતો. રસ્તા પર પકડાઈ જવાના ડરથી બુટલેગરોએ કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ઇનોવા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

​વિદેશી દારૂ ભરેલી ઈનોવા કાર પલટી જતા કારમાં સવાર પાંચ શખસમાંથી બે અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શખસ કારની અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત આરોપીઓ દુદા દેવરાજ કોડીયાતર, નયન ટપુ વંશ અને બાલુ દાના કોડીયાતરને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. બીજી તરફ, નાસી છૂટેલા આરોપીઓ પરેશ દાના કોડીયાતર અને કરસન કાના કોડીયાતરની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

​પોલીસે પલટી મારેલી ઇનોવા કારની તલાશી લેતા તેમાંથી નાની-મોટી કુલ 975 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે 2,14,860 રૂપિયા જેટલી થાય છે. દારૂ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ઇનોવા કાર અને બુટલેગરોના મોબાઈલ ફોન સહિત કુલ 12,34,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પકડાયેલા ત્રણેય આરોપી પોલીસના પહેરા હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code