1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પર પોલીસે વાહનચાલકને રોકતા ધમકી આપી, 4ની ધરપકડ
અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પર પોલીસે વાહનચાલકને રોકતા ધમકી આપી, 4ની ધરપકડ

અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પર પોલીસે વાહનચાલકને રોકતા ધમકી આપી, 4ની ધરપકડ

0
Social Share

અમદાવાદ, 16 માર્ચ 2026: The driver threatened the police  શહેરના રીવરફ્રન્ટ પર મધરાત બાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રિવરફ્રન્ટ રોડ પર ઓવરસ્પિડમાં રોંગ સાઈડથી આવતા બાઈકને રોકીને પોલીસે લાયસન્સ માગતા બાઈકસવાર બન્ને યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા, અને પોલીસ સાથે ગાળાગાળી કરીને પટ્ટા-ટોપી ઉતારી દેવાની ધમકી આપવા લાગ્યા હતા. દરમિયાન બન્ને યુવકના માતા-પિતા પણ દોડી આવ્યા હતા. અને તે પણ પોલીસ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. પોલીસે ગુનો નોંધીને ચારેયની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદીશભાઇએ ફરિયાદ નોંધાવી છે કે ગત મોડી રાતે તેઓ સાબરમતી રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન વાઘેલા અને સ્ટાફના કર્મચારીઓ હાજર હતા. ત્યારે વલ્લભસદન પાસે રાતે 12:30 વાગે ઊભા રહીને રોંગ સાઈડમાં આવતા વાહનો ચાલકોને સમજાવીને મોકલવામાં આવતા હતા. દરમિયાન બાઈક પર પૂરઝડપે  બે યુવકો આવ્યા હતા જે રોંગ સાઈડમાં હોવાથી તેમને રોકીને તેમની પાસે લાયસન્સ અને કાગળ માંગ્યા હતા પરંતુ કાગળ ન હોવાથી બંને જણાએ પોલીસ પર ઉશ્કેરાઈને જોરથી બૂમો પાડવા લાગ્યા અને આક્ષેપો કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. દરમિયાન બાઈકસવાર બંને યુવકોના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દીકરાનું ઉપરાણું લઈને પોલીસની ફરજમાં રૂકાવટ કરી મોબાઈલ ફોનથી પોલીસનો વીડિયો ઉતારીને બોલવા લાગ્યા હતા કે તમારા પટ્ટા તેમજ વર્ધી ઉતારવી દઈશું.આસપાસ લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું જેથી પોલીસે બીજી ગાડી બોલાવીને જાણ કરી હતી.પોલીસ દ્વારા માતા-પિતા અને તેમના બંને દીકરાઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.પોલીસની ફરજમાં રૂકાવટ બદલ યજ્ઞેશ પંડ્યા તેમના પત્ની બીના પંડ્યા પુત્ર ગૌરવ પંડ્યા અને દેવ પંડ્યા વિરુદ્ધ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ચારેની ધરપકડ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code