1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વેળાવદર ભાલના જસવંતપુરામાં જુગારની રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો, બેને ઈજા
વેળાવદર ભાલના જસવંતપુરામાં જુગારની રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો, બેને ઈજા

વેળાવદર ભાલના જસવંતપુરામાં જુગારની રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો, બેને ઈજા

0
Social Share

ભાવનગર, 16 માર્ચ 2026: Police attacked while conducting a gambling raid જિલ્લાના વેળાવદર ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જુગારની રેડ પાડવા ગયેલા પોલીસકર્મીઓ પર  15થી 20 લોકોના ટોળાંએ હુમલો કરતા બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ગંભીરરીતે ઘવાતા ત્રણેયને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા. અને આરોપીઓને રાઉન્ડઅપ કરવાની તજવીજ હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી છે કે,  જિલ્લાના વેળાવદર ભાલ વિસ્તારના જસવંતપુર ગામ નજીક સીકોતર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા શખસોને પકડવા ગયેલા પોલીસકર્મીઓ પર મહિલા સહિતના શખસોએ લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી અને રૂ. 2000 તથા મોબાઈલ અને ગાડીની ચાવી લૂંટ કરી હતી. આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે ચાર મહિલાઓ સહિત 15 શખસો અને અન્ય અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાલ પોલીસ સ્ટેશનના જસવંતપુરા ગામમાં પોલીસ પર હુમલાની ઘટનામાં લકીરાજસિંહ મહાવીર સિંહ, અભેસંગભાઈ ભાવસંગભાઈ અને કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઇવર સહિતનાઓને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જુગારની રેડ કરવા માટે ગયા હતા. ત્યારે પોલીસ કર્મીઓ પર અંદાજિત 15 થી 20 લોકો લાકડી અને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ કરી હતી.

આ અંગે વેળાવદર પોલીસ મથકના કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી હતી કે, 15 માર્ચના રોજ તેઓ તથા તેના મિત્ર પ્રતિપાલસિંહ ધ્રુપતસિંહ તથા પો.કોન્સ.અભેસંગ ભાવસંગભાઇ ત્રણેય ખાનગી વાહનમાં વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના જસવંતપુર ગામે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન 4.30 વાગ્યે સીકોતરમાંના મંદિરે જતાં ત્યાં કેટલાક લોકો પૈસા પાનાવતી જાહેરમાં જુગાર રમતાં હતાં. તેમને ટપારતા હુમલો કરાયો હતો. આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે 4 મહિલા સહિત 19 શખ્સો અને બીજા અજણાયા ઈસમો સામે BNS 109(1), 121(1), 310(2), 352, 351(3) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code