
- ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાઈ
- અંબાજી મંદિરમાં સાંજે 30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ કરાશે
- દર્શને આવતા ભાવિકો માટે પુનમ 14મી માર્ચની ગણાશે
અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ફાગણી પુનમે પ્રગટાવાતી હોળીનું ખાસ મહત્વ છે. ભક્તો દૂર દૂરથી આ દિવસે અંબાજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાયેલી હોવાથી અંબાજી મંદિર તરફથી હોળિકા દહન ક્યારે કરાશે તેની માહિતી આપવામાં આવી છે. ફાગણ સુદ પૂનમ 14 માર્ચે હોવા છતા અંબાજીમાં હોલિકા દહન 13 માર્ચે કરાશે. ફાગણ સુદ પૂનમ 13 તારીખે બપોરે શરૂ થઈ, 14 તારીખે બપોરે પૂર્ણ થશે. હોલિકા દહન સાંજે થતી હોવાથી 13 માર્ચે હોલિકા દહન થશે. હોલિકા દહન બાદ અંબાજી મંદિરમાં સાંજની આરતી થશે. અંબાજીમાં નિયમિત પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ માટે 14 માર્ચની પૂનમ માન્ય રહેશે.
અંબાજીમાં હોળી ફાગણ સુદ પુર્ણિમાનાં દિવસે પ્રગટાવવામાં આવતી હોય છે. પણ આ વખતે કેલેન્ડરમાં બે પુનમ તારીખ 13 અને 14 માર્ચ આમ બે દિવસ છે. જેમાં ફાગણ સુદ પુર્ણિમા 13 માર્ચે સવારે 10.35 પ્રારંભ થઈ બીજા દિવસ તા.14 માર્ચે બપોરે 12.23 કલાકે પુનમ પુર્ણ થશે. હોળીકા દહન સંધ્યાકાળે પ્રગટાવવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પુર્ણિમાનાં આગલા દિવસે 13 માર્ચે સાંજ નાં 07.00 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિરમાં સાંજે 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે. જ્યારે અંબાજી મંદિર પુનમની આરતી 14 મી માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોના બે પુનમની આરતીનો લાભ મળશે અને વ્રતની પુનમ તેમજ જે અંબાજી મંદિરમાં પુનમ ભરવા આવનારા માટે પુનમ 14 મી માર્ચે ગણાશે.