1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 13 જિલ્લામાં માત્ર 222 વરૂની વસતી, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ
ગુજરાતના 13 જિલ્લામાં માત્ર  222 વરૂની વસતી, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ

ગુજરાતના 13 જિલ્લામાં માત્ર 222 વરૂની વસતી, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ

0
Social Share
  • વરૂની વસતી ગણતરી 2023 મુજબ 222 વરૂ નોંધાયા
  • 13 જિલ્લામાં કુલ 2.217.66 ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ
  • ગોહિલવાડ પંથકમાં 80 વરૂનો વસવાટ

 ગાંધીનગરઃ ગુજરાત તેની સમૃદ્ધ જૈવવિવિધતાના કારણે સમગ્ર દેશમાં જાણીતું છે. રાજ્ય સરકાર હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરુનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં વરુના  સંરક્ષણ માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ સંરક્ષણલક્ષી પ્રવૃત્તિઓ અમલી બનાવવામાં આવી છે. જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદનું
વાતાવરણ છે.

વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આ પહેલો વધુ સુદ્રઢ અને મજબુત બની છે. જેના પરિણામે ગુજરાત વન વિભાગે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. મંત્રીઓની આગેવાનીમાં તાજેતરમાં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે. જેના પરિણામ વન વિભાગ દ્વારા વર્ષ 2023માં રાજ્યમાં વરુ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 39 નર્મદા જિલ્લામાં,36 બનાસકાંઠામાં, 18 સુરેન્દ્રનગરમાં, 12-12 જામનગર અને મોરબીમાં તેમજ 09 કચ્છ જિલ્લામાં વરુ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મેહસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે.

આ ઉપરાંત ‘ગીર’ ફાઉન્ડેશન અને ગુજરાત વન વિભાગના સહયોગથી રાજ્યમાં વરુ માટેના અનુકૂળ આવાસોને દર્શાવતા નકશાઓની એક નકશાપોથી (એટલાસ) – રાજ્યમાં ભારતીય વરુઓના નિવાસસ્થાનોનો એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ એટલાસ ભારતીય વરુના સંરક્ષણના ચાલુ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે એક મુખ્ય પ્રજાતિ છે જે પર્યાવરણીય સંતુલન જાળવવા અને કૃષિ ટકાઉપણાને સમર્થન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

‘ગીર’ ફાઉન્ડેશન ખાતે ઉપલબ્ધ રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એટલાસ તારીખ 25 ડિસેમ્બર, 2024ના રોજ ‘સુ-શાસન’ના દિવસે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને વન મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતમાં વરુના આવાસોનો એટલાસ વિમોચન કરવામાં આવ્યું છે.

‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એટલાસનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં વરુના અનુકૂળ આવાસોને ઓળખવાનો છે. જેથી જો વરુના અનુકૂળ આવાસોને સંરક્ષણ માટે પ્રાધાન્ય આપવામાં આવશે તો વરુનું અને અન્ય વન્યજીવોનું પણ સંરક્ષણ થશે અને પરિણામ સ્વરૂપ વરુની વસ્તીમાં પણ વધારો થશે. આ અનુકૂળ વિસ્તારો વિષેની વિસ્તૃત માહિતી આ એટલાસમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલ અભ્યાસમાં  રાજ્યના 13 જીલ્લાઓમાં વરુની હાજરી અને તેના આવાસોના નકશાઓ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપલબ્ધ આવાસો અસરકારક સંરક્ષણ વરુના સંરક્ષણ દ્વારા તેની વધતી વસ્તીને અનુકૂળ વિસ્તારો પ્રાપ્ત થઇ શકે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code