1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લખતર-વઢવાણ સ્ટેટ હાઈવે પર ભારે વિરોધ અને રજુઆતો બાદ ખાડાઓ પૂરાયા
લખતર-વઢવાણ સ્ટેટ હાઈવે પર ભારે વિરોધ અને રજુઆતો બાદ ખાડાઓ પૂરાયા

લખતર-વઢવાણ સ્ટેટ હાઈવે પર ભારે વિરોધ અને રજુઆતો બાદ ખાડાઓ પૂરાયા

0
Social Share
  • નર્મદાનું સાયફન બનાવવા માટે ઝમર ગામ નજીક રોડ તોડવામાં આવ્યો હતો,
  • રોડ પરના ખાડાને લીધે અકસ્માતો સર્જાતા હતા,
  • મોટા ખાડાઓ પર ડામર પાથરીને રોડ રિસફેસ કરાયો

સુરેન્દ્રનગરઃ વિરમગામના લખતર-વઢવાણ રાજ્યધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. ખાડાને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગે માર્ગ-મકાન વિભાગ સહિત જિલ્લા તંત્રને પણ રજુઆત કરવામાં આવતા દિવાળી પહેલા જ રોડ પરના ગાબડા પુરી દેવામાં આવતા વાહનચાલકોને રાહત થઈ છે.

લખતર-વઢવાણ સ્ટેટ હાઇવે ઉપર ઝમર ગામથી આગળનાં રસ્તે થોડા સમય પહેલા નર્મદાનું સાયફન બનાવવા માટે તોડાયેલો રોડ ઉપર મોટા ખાડાનાં કારણે અકસ્માત થવાનો ભય વાહનચાલકોમાં હતો. તેથી આ રોડ ઉપરના મોટા ખાડાઓ તાત્કાલિક બુરવા માટે માંગ ઊઠી હતી. જે અંગેના અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રજાની તાતી જરૂરિયાત ગણાતા રોડ-રસ્તાનાં કામ સરખા અને મજબૂત કરવા આદેશ આપવામાં આવે છે. ત્યારે રોડનાં રીપેરીંગ માટે આપેલા કામો કેટલી હલકી ગુણવત્તાથી રીપેર થાય છે તેનો નાદાર નમૂનો લખતર-વઢવાણ સ્ટેટ હાઇવે ઉપર ઝમર ગામથી થોડે આગળ આવેલ પેપરમિલ નજીકમાં પડેલ મોટા ખાડાઓ પૂરો પાડતા હતા. જે ખાડાઓ નર્મદાની કેનાલની સાયફન નીચેથી કાઢતા રોડ ઉપર પડ્યા હતા. આ જગ્યાએ ત્રણથી વધુ મોટા ખાડા, લગભગ ત્રણ – ચાર ફૂટના લાંબા ખાડાઓ આ જગ્યાએ પડેલા હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. ત્યારે આ અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર સફાળુ જાગ્યું હતું. તંત્રએ કાર્યવાહી કરતા આ જગ્યાએ ખાડાઓ બુર્યા હતા. ખાડાઓ બૂરવામાં આવતા લોકોને રાહત મળી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code