જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હૉલનેસ ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા
નવી દિલ્હીઃ જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હોલનેસ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ હવાઈ મથકે તેમનો આવકાર્યા હતા. હોલનેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે.
ડૉ હોલનેસ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.
તેઓ અન્ય મહાનુભાવો સાથે તથા વેપાર અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. જમૈકાના પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ વધારતા કરાર ઉપર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Dr. Andrew Holness Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates On a four-day visit to India Popular News Prime Minister of Jamaica Reached New Delhi Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news