1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ફાયર સેફ્ટીની NOC ન લેનારી 16 શાળાઓની માન્યતા રદ કરવા સરકારને દરખાસ્ત
સુરતમાં ફાયર સેફ્ટીની NOC ન લેનારી 16 શાળાઓની માન્યતા રદ કરવા સરકારને દરખાસ્ત

સુરતમાં ફાયર સેફ્ટીની NOC ન લેનારી 16 શાળાઓની માન્યતા રદ કરવા સરકારને દરખાસ્ત

0
Social Share
  • ફાયર વિભાગે નોટિસ ફટકાર્યા બાદ 31 સ્કૂલે દંડ ભર્યો
  • જિલ્લાની 380 સ્કૂલઓમાંથી 44 સ્કૂલને ફાયર NPC ન હોવાથી દંડની નોટીસ ફટકારી હતી
  • ફાયર એનઓસી ન લેનારી શાળાઓની માન્યતા રદ કરાશે

સુરતઃ શહેર અને જિલ્લામાં ખાનગી અને સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સંશાધનો હોવા ફરજિયાત છે. આ અંગે સંબંધિત વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અમલના મુદ્દે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન શહેર અને જિલ્લાની 380 સ્કૂલઓમાંથી 44 સ્કૂલને ફાયર એનઓસી નહી હોવાથી દંડની નોટીસ ફટકારી હતી. જેમાંથી 13 સ્કૂલોએ એનઓસી રજુ કરી છે. બાકી રહેલી 31 સ્કૂલોમાંથી 15 સ્કૂલઓએ દંડ ભર્યો છે. આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અંતર્ગત આવતી 16 સ્કૂલઓની માન્યતા રદ કરવાની સરકારને દરખાસ્ત કરી છે. સરકારના આદેશ બાદ પણ આ સ્કૂલઓ દ્વારા દંડ ભરાયો નથી કે, ફાયર એન.ઓ.સી. પણ મેળવવામાં આવી નથી.

સુરત શહેર અને જિલ્લામાં તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના મુદ્દે તપાસ કરવામાં આવી હતી. જિલ્લાની આશરે 380 સ્કૂલઓમાંથી 44 સ્કૂલને ફાયર એનઓસી નહી હોવાથી દંડની નોટીસ ફટકારી હતી. જેમાંથી 13 સ્કૂલોએ એનઓસી રજુ કરી છે. બાકી રહેલી 31 સ્કૂલોમાંથી 15 સ્કૂલઓએ દંડ ભર્યો છે. જે સ્કૂલઓએ સરકારના આદેશની અવગણના કરી છે, તેમની સામે કડક કાર્યવાહી સ્વરૂપે માન્યતા રદ કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ અને રિપોર્ટના આધારે હવે સ્કૂલની માન્યતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જે શાળાઓએ ફાયર એન.ઓ.સી. નહિ લીધી હોય, તેઓ માટે આ શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન ઓફલાઈન શિક્ષણ ચલાવવાની મંજૂરી પણ અપાઈ નથી. આવી સ્કૂલઓ ફકત ઓનલાઇન શિક્ષણ આપી શકશે. આ નિર્ણય રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ, 2009 અંતર્ગત લેવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code