Homeગુજરાતીગુજરાતરાજકોટમાં વૃદ્ધા પર દુષ્કર્મ બાદ હત્યા કેસનો સાયકો કીલર પકડાયો

રાજકોટમાં વૃદ્ધા પર દુષ્કર્મ બાદ હત્યા કેસનો સાયકો કીલર પકડાયો

રાજકોટ, 28 ઓગસ્ટ, 2026 : Psycho killer’ arrested in case involving the rape and murder શહેરમાં મંદિર પાસે ભિક્ષાવૃતિ કરતા 77 વર્ષના વૃદ્ધાને  રિક્ષામાં બેસાડીને ભાવનગર રોડ પરના મોગલ માતાજીના મંદિરના પાછળ આજી ડેમ કાંઠે લઈ જઈને દૂષ્કર્મ કરીને વૃદ્ધાની હત્યા કરીને પલાયન થયેલો સાયકો કીલર રમેશ વૈધુકિયાને પોલીસે દબોચી લીધો છે. પોલીસ પૂછપરછમાં આરોપી રમેશ વૈધુકિયાએ દુષ્કર્મ બાદ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસ અનુસાર, આરોપી રમેશનો ચોંકાવનારો ગુનાઈત ઈતિહાસ છે. સિરિયલ કિલર રમેશે 4 હત્યા કરી હોવાનું જણાય છે. સમગ્ર મામલે પો લીસે રમેશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી હતી કે,  રાજકોટ શહેરના આજીડેમના કાંઠેથી ગત 21 ઓગસ્ટના રોજ  એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વૃદ્ધા મંદિર પાસે ભિક્ષાવૃતિ હોવાનું જણાયું હતું. ગત 19 ઓગસ્ટના બપોરના સમયે પૌત્ર દાદીને સાત હનુમાન મંદિરે મૂકીને ગયો હતો. જો કે, સાંજે જ્યારે પૌત્ર દાદીને લેવા આવ્યો ત્યારે વૃદ્ધા સ્થળ પર જોવા મળ્યા નહોતા. વૃદ્ધા ગુમ થતાં પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ શરૂ હતી.

પોલીસે સીસીટીવી ચકાસતાં એક રિક્ષાચાલક વૃદ્ધાને લઈ જતો જોવા મળ્યો હતો. જેમાં રિક્ષા ભાવનગર રોડ પરના મોગલ માતાજીના મંદિરના પાછળ આજી ડેમ કાંઠે પહોંચી હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી ખુલાસો થયો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, ‘મેં વૃદ્ધાને ઘરે મૂકવાનું કહીને રિક્ષામાં બેસાડ્યા હતા. આ દરમિયાન બે અલગ-અલગ જગ્યાએ રિક્ષા રોંકીને વૃદ્ધાને ધોકા મારીને અર્ધબેભાન કરી દીધા હતા. પછી આજી ડેમ કાંઠે દુષ્કર્મ કર્યા બાદ વૃદ્ધાની હત્યા નીપજાવી અને મૃતદેહને નદીના કિંનારે ફેંકી દીધો હતો.’

સિરિયલ કિલર રમેશનો ચોંકાવનારો ગુનાઈત ઈતિહાસ હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. રમેશે અગાઉ વર્ષ 2018માં વૃદ્ધાને લૂંટ્યાં બાદ હત્યા કરી દીધી હતી. આ પછી આરોપીએ ત્રણ વર્ષની બાળકીને રિક્ષામાં બેસાડી ભાવનગર રોડ પર જૂના PTC મેદાને પહોંચ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. દોઢ કલાક સુધી દુષ્કર્મ આચરી બાળકીને પથ્થરના ઘા મારી હત્યા નીપજાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જો કે, 3 મહિના પહેલાં હાઈકોર્ટમાંથી રમેશ નિર્દોષ છૂટ્યો હતો. જ્યારે વર્ષ 2010માં ચોટીલામાં કૌટુંબિક ઝઘડામાં બનેવીના ભાઈની હત્યા કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular