 
                                    ગુજરાતભરમાં ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ પ્રતિ ખેડૂત 1500 કિ.ગ્રા મગની ખરીદી કરાશે.ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55,610 હેક્ટર, ઉત્પાદન 70,870 મેટ્રિક ટન તથા ઉત્પાદકતા 1274.27 કિગ્રા પ્રતિ હેક્ટર છે. ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23,488 ખેડૂતોએ નોંધણી કરાવી છે.
રાજ્યમાં ઉનાળુ મગના વાવેતરને ધ્યાને લઈને PSS હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ 17,713 ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે. ઉનાળું મગની સરેરાશ ઉત્પાદકતા ધ્યાને લેતા પ્રતિ ખેડૂત મહત્તમ 1500 કિગ્રા મગનો જથ્થો ખરીદવામાં આવશે. ખેડૂતો પાસેથી આવતીકાલ તા. 14 જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ કરવામાં આવશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

