Homeગુજરાતીઆંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં...

આંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મધ્યપ્રદેશમાં પણ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગો અને કોસ્ટલ કર્ણાટકમાં પણ આગામી 4-5 દિવસ સુધી ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દિલ્લી અને આસપાસના વિસ્તારો અને પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ અઠવાડિયે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.

સંબંધિત લેખો

Most Popular