- વિદેશથી પાર્સલમાં મોકલાતા ડ્રગ્સને પકડવા સ્કેનિંગ મશીન ઉપયોગી બનશે,
- વિદેશથી આવેલા પાર્સલમાં રકમડાં-બુકમાં છુપાલેવો 11 કિલો ગાંજો મળ્યો હતો,
અમદાવાદઃ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં વિદેશની ટપાલ સેવાનું કામકાજ થતું હોય છે. જેમાં ઘણાબધા લોકો વિદેશથી તેમના ગુજરાતમાં રહેતા સ્વજનોને પાર્સલમાં ભેટ-સોદાગો મોકલતા હોય છે. પણ કેટલાક સ્મગલરો હવે વિદેશથી પાર્સલમાં ડ્રગ્સની હેરાફેરી કરી કરતા હોય છે. તાજેતરમાં વિદેશથી આવેલી પાર્સલમાં રમકડી અને બુકમાં છૂપાવેલો 11 કિલો ગાંજો મળી આવ્યા હતા. વિદેશનું કામકાજ કરતી પોસ્ટ ઓફિસ પાસે પાર્સલો તપાસવા માટે કોઈ સ્કેનિંગ મશીન નહતું તેથી મુશ્કેલી પડતી હતી. આથી હવે સ્કેનિંગ મશીન મુકવામાં આવ્યું છે. હવે આસાનીથી પાર્સલમાં ડ્રગ્સ હશે તો પકડાઈ જશે.
અમદાવાદના શાહીબાગમાં આવેલી પોસ્ટ ઓફિસમાં વિદેશી ડાકસેવાનું કામકાજ કરવામાં આવે છે. જેમાં વિદેશથી મોટાભાગના પાર્સલો આવતા હોય છે. આથી પાર્સલની ચકાસણી માટે ખાસ સ્કેનિંગ મશીન મૂકાયા છે. જેની મદદથી ડ્રગ્સ, ગાંજો સહિતના માદક પદાર્થોને પકડવા માટે દરરોજ 5થી 10 હજાર પાર્સલ સ્કેન કરવામાં આવી રહ્યા છે. શહેરમાં હાલ યુવાનો દારૂની સાથે સાથે ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્શનું સેવન કરી રહ્યા છે. શહેરના યુવાનો વિદેશથી હાઈબ્રિડ ગાંજો અને ડ્રગ્સ ડાર્ક વેબની મદદથી ઓર્ડર કરી રહ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરથી આ પ્રકારના પાર્સલમાં રમકડાં, બુક, સોફ્ટ ટોયની વચ્ચે સંતાડીને મગાવવામાં આવે છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન યુવાનોમાં આ પ્રકારના ડ્રગ્સની માગ વધુ રહેતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને ફોરેઈન પોસ્ટ ઓફિસમાં હાલ ખાસ સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. આ મશીનની ખાસિયત એવી છે કે કોઈ પણ પ્રકારના માંદક દ્રવ્યોને સંતાડવામાં આવ્યું હોય તો તેને આ મશીન પકડી પાડે છે. આ ઉપરાંત શંકાસ્પદ પાર્સલને ખોલીને પણ ચકાસણી કરવામાં આવે છે