
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવામાં આવી
વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવામાં આવી છે.સ્થાનિકોની દુકાનનો વર્ષોથી હતી જેને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી છે.આખા ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નર્મદા નિગમની જગ્યા માં વર્ષો થી અહીંયાના સ્થાનિક લોકો એ દુકાનો બનાવીને ધંધો કરતા હતા.34 જેટલી નાની મોટી દુકાનો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે .જોકે દુકાનદારોને પોતાનો સમાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો છે.સ્થળ પર 5 થી 6 જેસીબી અને સમાન ભરવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા છે.
એકતા નગર વાગડીયા ચેક પોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે લોકો નોકરી કરે છે તેમને ચેક કરી ને મોકલવામાં આવી રહ્યા છે.વડોદરા રેન્જ ના આઈ જી પણ આ ડીમોલેશનની કામગીરી બાબતે સ્થળ પર પહોંચ્યા હતા.