1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં SOG પોલીસે 19 કિલો ગાંજા સાથે સગીરાની કરી ધરપકડ
રાજકોટમાં SOG પોલીસે 19 કિલો ગાંજા સાથે સગીરાની કરી ધરપકડ

રાજકોટમાં SOG પોલીસે 19 કિલો ગાંજા સાથે સગીરાની કરી ધરપકડ

0
Social Share

રાજકોટ, 9 એપ્રિલ 2026: Minor arrested with 19 kg of ganja રાજ્યમાં ડ્રગ્સ અને ગાંજાની હોરાફેરી વધતી જાય છે. ત્યારે રાજકોટની એસઓજી પોલીસે શહેરના વામ્બે આવાસ ક્વાર્ટરમાંથી એક સગીરાને 19.061 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કુલ 9.63 લાખનો મુદામાલ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, સગીરાના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી લેતા સગીરા એકલી છેલ્લા 8 મહિનાથી આવાસના ક્વાર્ટરમાં રહેતી હતી. સગીરા ગાંજાનો જથ્થો શહેરના જંગલેશ્વરના સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી પાસેથી લાવી હતી. આ ગાંજાનો જથ્થો પતિ-પત્નીએ સગીરાને સાચવવા આપ્યો હોવાથી પોલીસ આ કેસમાં ફરાર પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૈલાશ કેવલમ મેઈન રોડ પર વામ્બે આવાસ ક્વાર્ટરમાં ગાંજાનો મોટો જથ્થો પડેલો છે. જેથી ક્વાર્ટરમાં રેડ કરતા એક સગીરા મળી આવી હતી, જેના કબજામાં કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સગીરાને ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સગીરાએ કબૂલાત આપતા જણાવ્યું કે, વામ્બે આવાસ ક્વાર્ટરમાં તે પોતે છેલ્લા 8 મહિનાથી એકલી રહે છે અને આ પહેલા તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી તેના પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેને સાચવવા માટે સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી આપી ગયા હોવાનું જણાવતા પોલીસે આ બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

એસઓજી પોલીસે સગીરા પાસેથી  કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન તથા 5000 રૂપિયા રોકડ મળી કુલ 9.63 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપી સગીરા તેમજ ફરાર આરોપી સોયબ અને તેની પત્ની જેબા ત્રણેય સાથે મળી આ ગાંજાનો જથ્થો લઇ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code