1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પર્યુષણ પર્વના ટ્રાફિકને પહોંચી વળવા ભાવનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બુધવારથી ખાસ ટ્રેન દોડશે
પર્યુષણ પર્વના ટ્રાફિકને પહોંચી વળવા ભાવનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બુધવારથી ખાસ ટ્રેન દોડશે

પર્યુષણ પર્વના ટ્રાફિકને પહોંચી વળવા ભાવનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બુધવારથી ખાસ ટ્રેન દોડશે

0
Social Share
  • બુધવારે મુંબઈથી ઉપડીને ગુરૂવારે સવારે 45 એ ભાવનગર પહોંચશે,
  • ખાસ ટ્રેન માટે ટિકિટ બુકિંગનો પ્રારંભ,
  • ગુરૂવારે ભાવનગર ટર્મિનસથી સાંજે 45 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

ભાવનગરઃ  પર્યુષણ પર્વ દરમિયાનના ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે  આગામી તાય 27મી ઓગસ્ટને બુધવારથી “સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ ટ્રેન નંબર 09088/09087 ભાવનગર ટર્મિનસ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09087 મુંબઈ સેન્ટ્રલ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઑગસ્ટને બુધવારે મુંબઈ સેન્ટ્રલથી બપોરે 12 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 05.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 09088 ભાવનગર ટર્મિનસ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 28 ઑગસ્ટને , ગુરૂવારે ભાવનગર ટર્મિનસથી સાંજે 5.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોલા, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ જં., વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એ.સી. 2-ટિયર, એ.સી. 3-ટિયર અને સ્લીપર શ્રેણીના કોચ રહેશે.

આ ટ્રેન માટે ટિકિટોની બુકિંગ આજથી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થયુ છે. આ ટ્રેનની વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code