in , ,

પુલવામા થયેલા હુમલાને આજે એક વર્ષ પુરુ- વડા પ્રધાનમોદીએ શહીદોને શ્રધ્ધાંજલી આપી

  • પુલવામા થયેલા હુમલાને એક વર્ષ પુરુ
  • સીઆરપીએફના 40થી વધુ જવાન શહીદ થયા હતા
  • દેશ શહીદોને કરી રહ્યું છે સલામ
  • દેશના વજાપ્રધાને શહીદોને શ્રધ્ધાજંલી આપી

પુલવામા થયેલા આતંકી હુમલાને આજે એક વર્ષ પુરુ થયુ છે.આજના દિવસે આતંકીવાદીઓએ સીઆરફપીએફના કાફલા પર એટેક કર્યો હતો,જેમાં દેશના 40થી વધુ જવાનો શહીદ થયા હતા.સમગ્ર દેશ આજે આ શહીદોને સલામ કરી રહ્યું છે.જેમણે શહાદત અને બલિદાનની મિસાલ રજુ કરી છે.

શ્રીનગરના લેથપોરા કેમ્પમાં આજે પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. સીઆરપીએફના અનેક અધિકારીઓ આજે અહીં આવી રહ્યા છે અને શહીદોને યાદ કરી રહ્યા છે. આ હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં અહીં એક સ્મારક બનાવવામાં આવી રહ્યું છે.


પુલવામા આતંકી હુમલાનું એક વર્ષ પુરુ થતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રધ્ધાજંલિ આપી હતી,પીએમ મોદીએ લખ્યું કે,વિતેલા વર્ષએ પુલવામા થયેલા હુમલામાં જીમ ગુમાવનારા બહાદુર શહીદોને શ્રધ્ધાજંલિ.તેવો અસાધારણ વ્યક્તિઓ હતા જેમણે દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું,ભારત તેમની શહાદતને ક્યારેય નહી ભુલે.

(સાહીન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુરતની શાળાઓમાં માતા-પિતાની પૂજા કરીને ‘વેલેન્ટાઈન ડે’ની કરાઈ ઉજવણી

ચીનથી કોરોના વાયરસને પગલે પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ મેળવશે ઓનલાઈન એજ્યુકેશન