અમદાવાદ, 30 માર્ચ 2026: Road will be widened from Kalupur Cross Road to Railway Station શહેરમાં વિસ્તાર સાથે વસતીમાં પણ વધારો થતા ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં કાળુપુર રેલવે સ્ટેશન પહોંચવા ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર ચાર રસ્તા થઈ રેલવે સ્ટેશન તેમજ પ્રેમ દરવાજાથી કાલુપુર ચોખા બજાર થઈને કાલુપુર ત્રણ રસ્તા સુધી મિલકતો કપાસ કરીને રોડને પહોળો કરવાની વિચારણા ચાલી રહી છે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ સર્વે કરવામાં આવ્યો છે. જોકે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પણ મ્યુનિની ચૂંટણી બાદ આખરી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું હાલ રીડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે ત્યારે ભવિષ્યમાં થનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રોડ પહોળા કરવા માટેની પ્રક્રિયા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતા રોડને આગામી દિવસોમાં પહોળા કરવામાં આવશે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ સર્વે કરવામાં આવ્યો છે. કાલુપુર ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર ચાર રસ્તા તરફ જતો રોડ તેમજ સારંગપુરથી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ ઝોન 3 સુધીના રોડનો સર્વે કરીને કેટલી મિલકતો કપાતમાં જાય છે, તેની યાદી બનાવવામાં આવી રહી છે. કાલુપુર ચાર રસ્તા થઈ રેલવે સ્ટેશનથી પરત કાલુપુર ચાર રસ્તા તરફ આવનારા ટ્રાએંગલ વિસ્તાર જે 80 મીટરનો ઓડ ઇવન રોડ છે. આ રોડને 100 મીટરનો કરાશે.
આ અંગે એએમસીના સૂત્રોના કહેવા મુજબ આગામી દિવસોમાં પ્રેમ દરવાજાથી કાલુપુર ચોખા બજાર થઈને કાલુપુર ત્રણ રસ્તા સુધીના ટીપી નકશા મુજબના 100 ફૂટનો રોડ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે તેનો પણ સર્વે કરવાની કામગીરી કરાશે. ભવિષ્યમાં કાલુપુર રેલવે સ્ટેશન અવરજવર માટે ટ્રાફિક ખૂબ વધવાનો છે. જેને ધ્યાનમાં રાખીને કાલુપુર રેલવે સ્ટેશન તરફ અવર-જવર થનારા રોડને પહોળો કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


